Not Set/ ભાવનગર મનપાની સુવિધા બની લોકો માટે દુવિધા, ફોર લેન રોડ તો બનાવ્યો પણ…..

લોકોના વિઘ્ન દૂર કરવા માટે રસ્તો ફોર લેન બનાવવામાં આવ્યો. પરંતુ આ રોડ બનાવનારા લોકો માર્ગ પર આવતા અવરોધો જેમના તેમ મૂકીને ગયા.

Gujarat Others
nightcurfew 10 ભાવનગર મનપાની સુવિધા બની લોકો માટે દુવિધા, ફોર લેન રોડ તો બનાવ્યો પણ.....

લોકોના વિઘ્ન દૂર કરવા માટે રસ્તો ફોર લેન બનાવવામાં આવ્યો. પરંતુ આ રોડ બનાવનારા લોકો માર્ગ પર આવતા અવરોધો જેમના તેમ મૂકીને ગયા. ભાવનગર મનપાએ તરસમીયા ગામને જોડતા રસ્તાને ફોર લેન બનાવ્યો. જોકે હવે રાત્રે આ રસ્તો લોકો માટે સુવિધાને બદલે દુવિધાજનક બન્યો છે.

યમરાજ રૂપી વીજ પોલને રસ્તા વચ્ચે છોડતા ગયા

લોકો માટે હવે વીજપોલ બન્યા વિઘ્ન

ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ 2015માં પહેલી નજીકના પાંચ ગામોને પાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો.  ગ્રામજનો આશા રાખી રહ્યા હતા કે વિસ્તારનો વિકાસ થશે.  જેથી લોકોની માગને આધારે રોડ ફોર લેન કરવામાં આવ્યો.  જોકે હવે મનપાએ આપેલી આ સુવિધા લોકો માટે દુવિધામાં ફેરવાઇ છે. મહાનગરપાલિકા અને પીજીવીસીએલ તંત્રના આયોજનના અભાવે આ રસ્તા પર દસ થી બાર વીજપોલ યમરાજની જેમ રસ્તા વચ્ચે ઉભા રહ્યા છે.

વિકાસ આડે વીજપોલ્સ

વિકાસ પહેલા કર્યો હવે વીજ પોલ્સ હટાવાશે મનપા

થોડા સમયમાં વીજ પોલ્સ હટાવવાની કામગીરી

ભાવનગર મનપાની નવી બોડી તુરંત વિકાસ અને તરત ન્યાય માટે આગળ આવી ચૂકી છે. કારણ કે મનપાનું કામ દરેક શહેરમાં આવું જ કંઇક રહેતું હોય છે.  ભૂલ પહેલા કરવાની અને પછી તેને સુધારવાની  હવે નવા રોડમાં જ્યારે પોલ્સ હટાવાશે ત્યારે પણ નાણા અને સમયના વેડફાટથી આમ જનતાને જ વેઠવું પડશે.

GEB-મનપા અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ

અજબ મનપાની ગજબ કહાની

મનપાની આ ભૂલમાં સ્પષ્ટપણે અધિકારીઓની ઉદાસીનતા અને બે વિભાગ વચ્ચેનો અભાવ દેખાઇ આવે છે ત્યારે આશા રાખીએ કે અજબ પ્રેમની આ ગજબ કહાનીનો અંતુ નાગરિકો માટે સુખદ આવશે.