ભાવનગર/ ભાવનગર પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગને ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો

મોડાસા, પંચમહાલના ગોધરા ખેડાના નડીયાદ, મહીંસાગરના લુણાવાડા તથા કલોલ શહેરમાં બાર જેટલી ચોરીની કબુલાત આપી

Gujarat Others Videos
Bhavnagar Police nabs inter state theft gang ભાવનગર પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગને ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો

ભાવનગરમાં આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. આ ગેંગના શખ્સોએ અંદાજે 35 જેટલી ચોરીઓના ગુંડામાં સંડોવાયેલા છે. ભાવનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ગેંગને ઝડપી પાડી હતી. આરોપીઓએ પોલીસ પર મરચાંનો સ્પ્રે છાંડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એલસીબી પોલીસ ગેંગને પકડવામાં સફળ રહી હતી.

ભાવનગર એલસીબી પોલીસ બાતમીને આધારે કુંભારવાડાથી દસનાળા પાસે બાતમીને આધારે સફેદ કલરની ક્રેટા કારની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે કારમાં બેઠેલા શખ્સોએ મરચાનો સ્પ્રે છાંટવાનો પ્રયાસ કર્યો હતો. કારમાંથી રોકડ ચાંદીના દાગીના સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે તેના આધાર પુરાવા માંગતા કારમાં બેસેલા શખ્સો પુરાવા આપવામાં અસફળ રહ્યા હતા.

ભાવનગર એલસીબી પોલીસે ક્રેટા કારમાંથી અમોલ ગોકુળભાઈ જાદવ હીરા ઘસવાનો વ્યવસાય કરતો અને મૂળ સુરતના મોહાડીનો રહેવાસી તેમજ બાલકૃષ્ણ ઉર્ફે જીતુ ગોકુળભાઈ જાદવ/પાટીલ મૂળ સુરતનો મોહાડીનો રહેવાસી અને મૂળ મહારાષ્ટ્રનો તેમજ દિલીપ શંકરજી પરમાર ખેતીકામ વડનગર, મહેસાણાવાળો ઝડપાયા હતાં. આ ત્રણેની પૂછતાછમાં ગુજરાતના ભાવનગર શહેર સહિત રાજ્યમાં અરવલ્લીના મોડાસા, પંચમહાલના ગોધરા ખેડાના નડીયાદ, મહીંસાગરના લુણાવાડા તથા ગાંધીનગરના કલોલ શહેરમાં દિવસના સમયે કારમાં જઈને બાર જેટલી ચોરીની કબુલાત આપી હતી.

જો કે તેમની આખી ગેંગના સાગરિતો દ્વારા પણ મળીને મહારાષ્ટ્રના પેઠ, જલગાવ, પુણે અને નાસિકમાં પણ 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા ત્રણ શખ્સો અને તેની ગેંગ કોઈપણ શહેરમાં પ્રવેશતા ત્યારે તેની કારની આગળ જતી કારની નંબર પ્લેટ ડુપ્લીકેટ બનાવતા હતા. ત્યારબાદ તે નંબર પ્લેટના આધારે કાર લઈને ચોરીઓ કરતા હતા. પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં બંધ ફ્લેટમાં તાળા માર્યા હોય તેને નિશાન બનાવતા હતાં. જો કે ચોરી કરીને પરત ફરતા ત્યારે પણ નંબર પ્લેટ બદલાવામાં આવતી હતી અને અગાઉ ઉપયોગમાં લીધેલી નંબર પ્લેટ નદીનાળાઓમાં ફેંકી દેવામાં આવતી હતી.

ભાવનગર એલ.સી.બી.એ ત્રણેય આરોપી પાસે થી હ્યુન્ડાઇ, સ્વીફ્ટ, ક્રેટા કાર અને ચાંદીના અલગ અલગ દાગીના, ઓજારો,હથિયારો, કાંડા ઘડિયાળ, હર્ષલ બ્રોડકાસ્ટિંગ ટીવી1 ઇન્ડિયા ન્યુઝ પ્રાઇવેટ લિમિટેડ અમોલ ગોકુળભાઈ જાદવ નામના ફોટાવાળું આઇડી કાર્ડ,26 મોબાઈલ ,15 ખાલી સીમકાર્ડ કવર , 7 સીમકાર્ડ, રોકડ 39,960, રાઉટર, ડોંગલ,પાવર બેંક, મોબાઈલ બેટરીઓ, મરચાના સ્પ્રે નંગ 4 મળીને કુલ 17,80,110 નો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે આ ત્રણ શખ્સોના ગેંગના અન્ય સભ્યો સાગર ધનગર તેજસ ભોડે, ગુરુદાસ ઉર્ફે ગુરુ, પ્રવીણ પાટીલ અને પવન ઉર્ફે પપ્પુ સુભાષભાઈ પાટીલ મૂળ પકડવાના બાકી છે. તેઓ પણ આ આંતરરાજ્ય ચોરીમાં શામેલ છે.