ભાવનગર/ ભાવનગર SOGએ ગાંજાના જથ્થા સાથે 2ને ઝડપ્યા

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ…….

Top Stories Gujarat
Image 2024 06 16T135808.174 ભાવનગર SOGએ ગાંજાના જથ્થા સાથે 2ને ઝડપ્યા

@હિરેન ચૌહાણ

Bhavnagar News: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા.

જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.

WhatsApp Image 2024 06 16 at 1.05.13 PM ભાવનગર SOGએ ગાંજાના જથ્થા સાથે 2ને ઝડપ્યા

જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પો.કોન્સ. મહિપાલસિંહને મળેલ ખાનગી બાતમી આધારે શેરી નં.૧, મોતી તળાવ, ભાવનગર ખાતે એન.ડી.પી.એસ. અંગે રેઇડ કરતા નમીરાબેન ઇકબાલભાઇ પિંજારા ઉ.વ.૨૩ અને આસીફ ઉર્ફે ડેની મહમદભાઇ પઠાણ ઉ.વ.૨૮ પાસેથી કબ્જા માંથી વનસ્પતિજન્ય ગાંજો વજન ૪ કિલો ૧૬૮ ગ્રામ કિ.રૂા.૪૧,૬૮૦/- તથા મોબાઇલ-ર કિ. રૂા.૧૦,૦૦૦/- તથા લાઇટબીલ વિ. કુલ ૫૧,૬૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આ અંગે તેમની સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના પો.સબ.ઇન્સ. સી.એચ.મકવાણા નાઓએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ રેડ માં કામગીરી કરનાર પોલીસ સ્ટાફ- એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એ.આર.વાળા તથા પો.સબ ઇન્સ. સી.એચ.મકવાણા તથા એ.એસ.આઇ. ગુલમહમદભાઇ કોઠારીયા, તથા હેડ કોન્સ. વિજયસિંહ ગોહિલ, જયવીરસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ ગોહિલ, તથા પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, ધર્મદિપસિંહ જાડેજા તથા મહિલા પો.કોન્સ. ભારતીબેન ચાવડા તથા ડ્રા પો.કોન્સ. પ્રતાપસિંહ પરમાર જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં પત્નીનાં વિરહમાં પતિનો આપઘાત

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી