Not Set/ ક્રુઝની પ્રથમ ટ્રીપમાં મહિલા કોરોનાગ્રસ્ત

ક્રૂઝમાં મુસાફરી કરી રહેલી મહિલાને દીવની હોસ્પિટલમાં સારવાર

Gujarat
diu ક્રુઝની પ્રથમ ટ્રીપમાં મહિલા કોરોનાગ્રસ્ત

હજીરાથી દીવ વચ્ચે શરૃ થયેલી ક્રૂઝ સેવાના પ્રથમ ટ્રીપ દીવમાં આવી હતી.  જેમાં બેઠેલા તમામ વ્યક્તિઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દરમિયાન એક મહિલા કોરોનાગ્રસ્ત છે તેવી પુષ્ટી થઇ.  ક્રૂઝમાં મુસાફરી કરી રહેલી મહિલાને સત્વરે દીવની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી.

મહિલા કોરોનાગ્રસ્ત છે તેવી જાણ થયા બાદ ક્રૂઝને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યો. જે યુવતિ કોરોના સંક્રમિત બની તે બંદિશ બેન્ડ ગ્રુપની ગાયક કલાકાર હતી. તે પોઝીટીવ આવ્યા બાદ તેની સાથે ગ્રુપના પાંચ લોકોને તત્તકાલ એમ્બ્યુલન્સ દ્ધારા સુરત મોકલવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે સુરતના હજીરાથી દીવ વચ્ચે ચાલુ થયેલી ક્રુઝ સર્વિસની આ પ્રથમ ટ્રીપ હતી અને જેનું આગમન થયું હતું. આ ટ્રીપમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. તિલક અને પુષ્યો દ્ધારા તેમને સન્નમાનીત કરાયા.  કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને થર્મોસ્કેનીંગ પણ કરાઇ હતી.

ક્રૂઝમાં આવેલી મહિલાને રેપીડ ટેસ્ટ કરાંતા તે કોરોના પોઝીટીવ આવતાં અન્ય મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરોગ્ય વિભાગે સત્વરે ક્રૂઝને સેનેટાઇઝ કરાવી હતી.

આ ક્રૂઝની ટ્રીપથી વેપારીઓ અને મુસાફરોને ખુબ ફાયદો થશે. પરતું પ્રથમ ક્રૂઝની ટ્રીપમાં જ મહિલા કોરોના પોઝેટીવ આવતાં પ્રવાસીઅમાં એક ભયની ભીતી જોવા મળે છે.  જેના પગલે દીવના કલેકટર અને એસપી એ ક્રૂઝની મુલાકાત લીધી હતી અને ક્રૂઝને સેનેટાઇઝ કરાવીને કોરોના ગાઇડલાઇન મુજબ કામગીરી કરાવી હતી.

હવે પ્રશ્ન તો એ થાય છે કે જો પ્રથમ ટ્રીપમાં જ આવો ભય છે તો શુ બીજી ટ્રીપને મંજુરી મળશે..?  અને કદાચ મંજુરી આપવામાં પણ આવે તો પબ્લિક તેની મજા માણવાની હિંમત કરી શકશે. કોરોના મહામારીએ જે પ્રમાણે ફરી એકવાર વિશ્વને ભરડામાં લેવાનું શરૃ કર્યુ છે તે જોતા લાગતુ નથી કે હવે ક્રુઝને હાલ પુરતી ઝાઝી સફળતા મળી શકે.