ભાવનગર/ આર્મી જવાન જયદતસિંહના પાર્થિવ દેહને લઇ જવાયો તેના વતન : અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

જેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શાળાના સંચાલક, શિક્ષકો તથા શાળાના બાળકો, એન.સી.સી કેડેટ્સ મોટી સંખ્યામાં એરપોર્ટ પર પહોચ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

Gujarat Others
આર્મી

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામના વતની અને હાલ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પ્રદ્યુમ્નસિંહ સરવૈયાનો મોટો પુત્ર જયદત્તસિંહ સરવૈયા કે જે અમદાવાદ એન.સી.સી કેડેટ્સમાંથી એરફોર્સમાં કલાસ વન ઓફિસરની પરીક્ષા આપીને ઉતીર્ણ થઇ ગ્વાલિયર ખાતે એરફોર્સમાં ફલાયિંગ ઓફિસર તરીકે ફરજમાં ૨૦૨૦-૨૧ માં જોડાયા હતા. પરંતુ તેઓ જે એરફોર્સની હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં જીવન ટૂંકાવી લેતા આજે તેનો પાર્થિવદેહ ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના વતન પાલીતાણા ખાતે કઈ જવામાં આવ્યો હતો. જ્યાં પુરા સન્માન સાથે તેમના અગ્નિસંસ્કારની વિધિ કરવામાં આવી હતી. આર્મી

આર્મી

ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાના કૌટુંબિક ભત્રીજા અને ભારતીય એરફોર્સમાં ગ્વાલિયર ખાતે વર્ષ ૨૦૨૦-૨૧ માં એરફોર્સમાં ફલાયિંગ ઓફિસર તરીકે ફરજમાં જોડાયેલા જયદતસિંહ સરવૈયાએ કોઈ અગમ્ય કારણોસર ગ્વાલિયર ખાતેની પોતાની જ હોસ્ટેલના રૂમમાં  જિંદગી ટુકાવતા પરિજનો-મિત્ર વર્તુળ-સમાજ અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે.ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ અમર જ્યોતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જયદતસિંહ સરવૈયાએ નર્સરીથી લઇ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો હતો. જેઈઈ મેઈન એક્ઝામ પણ તેણે આ શાળામાંથી જ આપી હતી અને પાસ કરી હતી. ત્યારબાદ તે અમદાવાદ એન.સી.સી ૯ બટાલિયનમાં જોડાયા હતા અને એરફોર્સમાં જોડાયાના દોઢ વર્ષ જેટલા સમયગાળા ત્રણ દિવસ પૂર્વે ગ્વાલિયર ખાતે પોતાનું જીવન ટૂંકાવી લેતા આજે તેનો પાર્થિવ દેહ ભાવનગર એરપોર્ટ પર એરલીફ્ટ કરી લાવવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. જેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શાળાના સંચાલક, શિક્ષકો તથા શાળાના બાળકો, એન.સી.સી કેડેટ્સ મોટી સંખ્યામાં એરપોર્ટ પર પહોચ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ તેના પાર્થિવ દેહને ખાસ વાહન મારફતે એરપોર્ટથી તેના વતન પાલીતાણા ખાતે લઇ જવામાં આવ્યો હતો અને જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર સાથે પુરા માનસન્માન પૂર્વક સાંજે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આર્મી

આ પણ વાંચો : માતાનાં 100માં જન્મદિવસે PM થયા ભાવુક : સોશિયલ મીડિયા ઉપર લખી હૃદયસ્પર્શતી વાત