ભાવનગર/ વિહિકલ સ્ક્રેપ યાર્ડ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામગીરી વેગવંતી

વિહિકલ સ્ક્રેપ યાર્ડ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામગીરી વેગવંતી બની છે

Gujarat Others
snack 5 વિહિકલ સ્ક્રેપ યાર્ડ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામગીરી વેગવંતી

@અલ્પેશ ડાભી, ભાવનગર 

ગત સપ્તાહે કેન્દ્રીય શિપિંગ મંત્રી એ ભાવનગર ખાતે મીટિંગ કરી હતી અને શુક્રવારે વિહિકલ સ્ક્રેપ યાર્ડ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેની પોલિસીના નિર્માણ માટેની એક નિષ્ણાંત કમિટી ભાવનગર આવી હતી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો, વેપારીઓ સાથે ચર્ચા કરી હતી.

coronavaccines / કોરોના રસીકરણ અંગે આધારકાર્ડ માન્ય પુરાવો નહીં, આ પુરાવા આપવ…

વિહિકલ સ્ક્રેપ યાર્ડ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામગીરી વેગવંતી બની છે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કમિટી આવી રહી છે જેમાં નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય અને લોજિસ્ટિક ક્ષેત્રના અગ્રણી રાહુલ મોદી, ટ્રાન્સવર્લ્ડ શિપિંગ લાયસન્સના પ્રતિનિધિ, શીપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન વતી નિતીન કાણકિયા, હરેશ પરમાર કો-ઓડીનેશન અને વેસ્ટ મેનેજમેન્ટ જીએમબીના ડેપ્યુટી જનરલ મેનેજર અતુલ શર્માની બનેલી સમિતિ આવી હતી.

shameful. / શરમ જનક : અમદાવાદની ફેક્ટરીમાંથી 37 બાળ મજૂરો છોડાવાયા…

કેન્દ્ર સરકારે ગત વર્ષે શીપ રિસાયક્લિંગ અંગે ખાસ કાયદો બનાવી વ્યવસાયને નડતી મુશ્કેલીઓ, અડચણો દૂર કરવાની દિશામાં કાર્ય કર્યું હાથ ધર્યું છે અલંગની જેમ જ તેની આજુબાજુના વિસ્તારમાં વિહિકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે કેન્દ્ર સરકાર તત્પરતા દાખવી છે વિહિકલ યાર્ડ માટેની જમીનની પણ ટૂંક સમયમાં ફાળવણી કરવામાં આવનાર છે અને તેના પર કાર્યવાહી પણ શરૂ થશે તેમ જણાવ્યું હતું.

AMC / છેલ્લા પાંચ વર્ષમાં વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનો ગ…

વિહિકલ યાર્ડ બનવાથી રી-રોલિંગ મિલોને અલંગના જહાજો ઉપરાંત વધુ કાચોમાલ પ્રધાન થશે જિલ્લામાં સ્ક્રેપ અંગેના લઘુ-મધ્યમ ઉદ્યોગોને પણ સ્થાન મળી શકે તેમ છે

ram mandir / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લો…

આજરોજ કમિટીના સભ્યો દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તથા નવા આકાર લેનાર ઉદ્યોગો માટે બનનાર પોલીસી માટેના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.