Politics/ ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો, ભાજપમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં હાર બાદ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા, હજુ પણ વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાય તેવી શક્યતા

Gujarat Rajkot Politics
junagadh ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો, ભાજપમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થતા અને કોંગ્રેસના સુપડા સાફ થતા કોંગ્રેસ સાથે જોડાયેલા  કાર્યકરો હવે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે જુનાગઢના ભેસાણ તાલુકા પંચાયતના સદસ્ય દિલુ વાંક વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. જ્યારે રવજી ઠુમરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં 6 મહાનગરપાલિકા, જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયા પામ્યો છે અને કોંગ્રેસનો ગુજરાતમાંથી સફાયો થવા પામ્યો છે જેને લીધે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું જે બાદ માર્ચ મહિનાના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક કરવાની કવાયત કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસનો હાથ પકડીને બેઠેલા કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેરી રહ્યા છે. શુક્રવારે જુનાગઢના ભેસાણ તાલુકા પંચાયતના સદસ્ય દિલુ વાંક વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા જ્યારે રવજી ઠુમરે ભાજપનો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય ભાજપમાં જોડાતા કોગ્રેસના કાર્યકરોમાં ભૂકંપ આવી જવા પામ્યો હતો.