મે મોંજુલિકા/ ભૂલ ભુલૈયા 2નું ટ્રેલર રિલીઝ : ભૂલ ભૂલૈયા 1 જેટલી કમાલ કરી શકશે તે અંગે શંકા

કિયારા અડવાણીના આ વીડિયોને જોઈને પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે અને નવી ડરામણી મૌજુલિકાને જોવા માટે એક્સાઈટેડ થયા હતા.

Trending Entertainment
ભૂલ ભુલૈયા 2

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર ખૂબ જ આકર્ષક છે.  રીલીઝ થતાંની સાધ જ તેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. જો તમે હજી સુધી નથી જોયું તો અત્યારે જ અહી જોઈ લો આ ટ્રેલર….. ફિલ્મના ટ્રેલરમાં તમને સસ્પેન્સ, હોરર, રોમાન્સ અને કોમેડીનો તડકો જોવા મળે છે.

‘ભૂલ ભુલૈયા-2’ 20 મેના રોજ રિલીઝ થશે

‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર 20 મે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત તબ્બુ, કિયારા, રાજપાલ યાદવ, સંજય મિશ્રા પણ મહત્વની ભૂલ ભુલૈયા 2 ટ્રેલર એ જ ટાઇટલની 2007ની ફિલ્મની સિક્વલ છે. પહેલા ભાગમાં શાઈની આહુજા, વિદ્યા બાલન, અમીષા પટેલ અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મના ગીતો, વાર્તાથી લઈને કલાકારોના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. હવે ભુલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર કેટલી કમાલ બતાવશે તે તો 20 મેના રોજ ખબર પડશે.

ભુલ ભૂલૈયા 2ના વીડિયો ટીઝરને થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી કિયારા અડવાણીએ શેર કર્યું હતું. કિયારા અડવાણીના આ વીડિયોને જોઈને પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે અને નવી ડરામણી મૌજુલિકાને જોવા માટે એક્સાઈટેડ થયા હતા. આ વીડિયો પર ચાહકો હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી તેનો પ્રેમ વરસાવી રહ્યાં છે. કોઈને કિયારાનો કિલર લુક દેખાઈ રહ્યો છે તો કોઈકના રૂંવાડા ઉભા થઇ રહ્યાં છે. એક ચાહકે લખ્યું, તમે જે જણાવવા માંગો છો તો તે તમારી આંખો દર્શાવી રહી છે.

જ્યારે ઘણા લોકો એવા પણ છે, જે આ ફિલ્મની સરખામણી ભૂલ ભુલૈયા 1 સાથે કરી રહ્યા છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા અને તે ફિલ્મને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી. જ્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએકાર્તિક આર્ય જોવા મળશે અને આ ફિલ્મને અનીઝ બાઝમીએ ડાયરેક્ટ કરી છે. લોકો આશંકા જતાવી રહ્યા છે કે આ ફિલ્મ ભૂલ ભુલૈયા 1 જેવી ભવ્ય અને મનોરંજક હશે કે નહીં. જ્યારે અમુક લોકો એવા પણ છે, જે ફિલ્મને દિલ ખોલીને આવકારે છે.

આ પણ વાંચો : એલોન મસ્ક વિશે 10 રસપ્રદ બાબતો, બાળપણથી હાલ સુધીનો સફર

ગુજરાતનું ગૌરવ