અમદાવાદ/ બોપલમાં ગટર-પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેસાન, વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર ચીમકી

બોપલમાં છેલ્લા ઘણા સમય થી ઉભરાતી ગટરોની સમસ્યા ને કારણે થઈને બોપલ ગામ ના લોકો એ આગામી વિધાન સભા ની ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી….

Ahmedabad Gujarat
બોપલમાં

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગટર અને પીવાના પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેસાન થઇ રહ્યાં છે, ગામમાં સતત ગટરો ઉરાઇ રહી છે, તો પીવાના પાણીમાં ગટરોનું પાણી મિક્સ થઇને આવતા, બોપલ ગામના લોકો દુષિત પાણી પીવા મજબુર બન્યા છે , આ અંગે  તંત્રમાં અનેક વાર રજૂઆત કર્યા છંતા સમસ્યાનું કોઈ નિરાકરણ ના આવતા બોપલ ગામના લોકોએ આવનારી વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવાનાની ચીમકી ઉચ્ચારી છે.

છેલ્લાં ઘણાં સમય થી બોપલ ગામનાં લોકો ઘણી બધી સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે ઉભરાતી ગટરોની સમસ્યા હવે અતિ વિકટ બની છેજેને લઇને બોપલ ગામ ના લોકો એ ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે બોપલ માં છેલ્લાં ઘણા સમય થી ગટરો ઉભરાય છે અને હવે તો પીવાનું પાણી ગટર નું પાણી અને ગટર નું પાણી મિક્સ થઇ ને આવે છે બોપલ ગામ ના લોકો દુષિત પાણી પીવા મજબુર બન્યા છે તંત્ર ને વારંવાર જાણ કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને સમસ્યા નું કોઈ નિરાકરણ આવતું નથી જેને લઈ ને આજે બોપલ ગામ ના લોકોએ કોર્પોરેશન સામે બાયો ચડાવી છે અને કોર્પોરેશન હાય હાય ના નારા લગાવ્યા અને આગામી ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે

બોપલ માં સમસ્યા ઓ ની ભરમાર છે તૂટેલા રોડ હોય કે ઉભરાતી ગટરો કે પછી દબાણ ની સમસ્યા બોપલ માં વિકાસ ના નામે જ મીંડું છે છેલ્લા 6 મહિનાથી બોપલ ગામનો બિગ ડેડી તેજસ સ્કૂલ નો બંધ છે અને ખોદ કામ કરી ને કામગીરી અધૂરી મૂકી દેવાં માં આવી છે જેના કારણ એ પાણી ની પાઈપલાઈન તૂટી ગઈ છે અને ગટર ની લાઈન અને પીવાના પાણી ની લાઈન માં એક થઈ જતા એક અઠવાડિયા થી ગામ ના લોકો ગંદુ પાણી પીવા મજબુર બન્યા છે

બીજી તરફ ઉભરાતી ગટરો સતત બેક મારી રહી છે જેના કારણે મચ્છર નો ઉપદ્રવ પણ વધ્યો છે અને બોપલ ગામ ના રામદેવ પીર મંદિર ની બાજુ માં જ આ ગટરો ઉભરાય છે જે બોપલ નો મુખ્ય રસ્તો છે જેના કારણે લોકો ને ગંદા ગટર ના પાણી માંથી પસાર થવું પડે છે જેના કારણે હવે લોકો રોષે ભરાયા છે અને આ સમસ્યા નું તાત્કાલિક ધોરણે નિકાલ નહિ થાય તો ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો:સૂર્યકુમાર યાદવનું અદભૂત પ્રદર્શન, 25 બોલમાં 61 રન, બનાવ્યો ‘મહારી રેકોર્ડ’

આ પણ વાંચો:ચૂંટણી પંચની આંખ બનશે બેંકો, આવા ટ્રાન્ઝેક્શન વિશે

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ PM મોદીની