ગુજરાત/ CM તરીકે ભૂપેન્દ્ર પટેલે પુરા કર્યા 100 દિવસ, આગામી વિધાનસભાની ચૂંટણી રહેશે મોટો પડકાર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સંપૂર્ણ પરિવર્તિત ભાજપ સકારને પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત સરકારે પ્રજાકીય કાર્યમાં સફળતા હાંસલ કરી છે.

Gujarat Others
ભૂપેન્દ્ર

22 ડિસેમ્બર – 2021 ને બુધવાર , મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સંપૂર્ણ પરિવર્તિત ભાજપ સકારને પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત સરકારે પ્રજાકીય કાર્યમાં સફળતા હાંસલ કરી છે તો ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે પણ સરકારે સક્રિય ભૂમિકા ભજવી છે. જોઇએ ટૂંકમાં 100 દિવસનું સરવૈયુ.

આ પણ વાંચો : મહિલાએ ડોગીનું નામ સોનુ રાખ્યું, પછી પાડોશીઓએ કર્યું એવું કે, તે જાણીને તમે પણ..

વડાપ્રધાન નરેન્દ્દર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અચાનક જ ગુજરાતમાં વિજય રૂપાણી સમયની સરકારને સંપૂર્ણ બદલીને નવા જ મુખ્યપ્રધાનને ગુજરાતનું સુકાન સોંપી સંપૂર્ણ સરકારની નવી ટીમ રચના કરવાનો નિર્ણય કર્યો અને આજથી 100 દિવસ પૂર્વે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી ધારાસભ્ય તરીકે રહેલાં ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે પસંદ કર્યા અને 13

 સપ્ટેમ્બર , 2021એ શપથ ગ્રહણ કર્યા.એટલું જ નહીં સમગ્ર દેશમાં ગુજરાતનો દાખલો બેસાડવા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સંપૂર્ણ સરકારને બદલીને નવા ઉત્સાહી અને યુવાપ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર રચવામાં આવી.આજે 100 દિવસના સમાપન સમયે ટૂંકા સમયમાં ગુજરાતે અનેકવિધ મોટીસિદ્ધિ હાંસલ કરી છે. અનેક સિનિયરનેતાને બાજુ પર મૂકી ગુજરાતના 17-મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે નેતૃત્વ લઇ નવા પ્રધાનમંડળમાં 11 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ કર્યો છે. અનેક સિનિયરના ચર્ચાતાં નામ સહિત તમામ નામ બાજુ પર મૂકીને કોર્પોરેશન થી શરૂ કરી વિધાનસભા સુધી પહોંચેલાં ભૂપેન્દ્ર પટેલના નામને દિલ્હી હાઇકમાન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ મંજૂરી લગાવી આશ્ચર્ય ફેલાવ્યું તો ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારે પ્રજાના કાર્ય ઝડપથી અને પરિણામલક્ષી કાર્ય કરવામાં સફળતા હાંસલ કરી છે.

આ પણ વાંચો :  છોટાઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતની બહુચર્ચિત સરપંચની બેઠક પર મોડલ એશ્રા પટેલની હાર…..

સૌ-પ્રથમ કોરોના મહમારીમાં પણ ગુજરાતમાં રસીકરણ વધુ ને વધુ કરવો આરોગ્ય વિભાગને ધબકતું કરવાની કામગીરી કરી છે. તો રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ નાબૂદ કરવા ખુદ સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પોતે સરકારની કચેરીમાં સરપ્રાઇઝ પહોંચી ગયા.એટલું જ નહીં.સ્ટાફના સમયસર આગમન થી શરૂ કરી પ્રજાકીયકાર્યમાં કચેરીના અભિગમની માહિતી મેળવી કોઇપણ દોષી જણાયાં તો તેમની સામે પગલાં સહિતની ગંભીર કાર્યવાહી પણ શરૂ કરી છે. કયા મહત્વના નિર્ણય સરકારે લીધા.

ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ ટીમના નિર્ણય

  • -યોજનાનું ખાતમુહૂર્ત કરો તો લોકાર્પણ પણ તે જ પ્રધાનના હસ્તે
  • -મેટ્રોરેલ અને બુલેટરેલ જેવા મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટનો અમલ
  • -વાઇબ્રન્ટ ગુજરાત સફળ બનાવવા દૂબઇમાં રોડ-શો
  • -પ્રિ-વાઇબ્રન્ટ યોજીને દૂબઇમાં ખુદ મુખ્યપ્રધાનનો પ્રવાસ
  • -100 દિવસ પૂર્ણતાના આરે સમયે 90 કરતા વધુ સમજૂતી કરાર
  • -શિક્ષણ-આરોગ્ય અને વિકાસ અંગે અનેકવિધ નિર્ણય

હાલમાં લાખો ઉમેદવારો માટે આશાસ્પદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવાના મુદ્દે પણ સકારે પરીક્ષા રદ્ કરવાનો નિર્ણય કર્યો.તો ટૂંક સમયમાં ફેર પરીક્ષા માટે તૈયારી બતાવી છે..ત્યારે દોષી મુક્ત થાય નહીં અને સજા ફટકારાય તે દિશામાં સાબરકાંઠા પોલીસે કાર્યવાહી કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ અંગે મોનીટરીંગ કરી રહ્યાં છે અને તેથી જ ટૂંક સમયમાં સમગ્ર પેપરલીક પ્રકરણનો પર્દાફાશ થયો છે. આ રીતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં 100 દિવસ પૂર્ણતાના આરે શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા  આત્મનિર્ભર ગુજરાતને સાર્થક કર્યું છે. ત્યારે દેશમાં નો-રિપીટ થિયરી સાથે રચાયેલી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર અન્ય રાજ્યોમાં પણ નો-રિપીટ થિયરીથી સરકાર રચવામાં પ્રેરક પુરવાર થઇ છે.

આ પણ વાંચો : લોકોની બેદરકારીએ આ શહેરમાં વધાર્યા કોરોનાનાં કેસ

આ પણ વાંચો :અમદાવાદમાં SP રીંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ થયુ ધરાશાયી

આ પણ વાંચો :દાહોદ-ઇન્દોર નેશનલ હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે લોકોના ઘટના સ્થળે મોત….