Festival/ દિવાળીનાં તહેવાર પહેલા ST નિગમની મોટી જાહેરાત

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ તહેવારની મજા ફિકી ન પડે તે માટે એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરાશે.

Gujarat Others
sss 49 દિવાળીનાં તહેવાર પહેલા ST નિગમની મોટી જાહેરાત

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ તહેવારની મજા ફિકી ન પડે તે માટે એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરાશે. દિવાળીનાં તહેવારો દરમિયાન રાજ્યનાં વિવિધ જિલ્લાનાં મુસાફરો તેમજ સુરત ખાતેનાં રત્ન કલાકારોને તેઓનાં વતનમાં જવા એસ.ટી. બસ સુવિધા પૂરી પાડવા અન્વયે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને અમદાવાદથી દાહોદ-ગોધરા માટે તેમજ સુરતથી પંચમહાલ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે તા.10 થી 16 નવેમ્બર સુધી વધારાની બસો દોડાવવામાં આવશે.

આ વર્ષે કોરોના વાયરસ ફેલાયો હોવાના કારણે લોકો ખૂબ કાળજી રાખી રહ્યા છે. જો કે તહેવારની મજા ફીકી ન પડે તે માટે લોકો ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે આ દિવાળી પૂર્વે એસ.ટી નિગમે મુસાફરોનાં હિતમાં મોટો નિર્ણય કર્યો છે. તહેવારોની સીઝનમાં એસ.ટી નિગમ 11.77 લાખ કિમીનું એક્સ્ટ્રા સંચાલન કરશે અને વધારાની 6240 બસો દોડાવશે. મહત્વનું છે કે સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં વધારાની બસો દોડાવવામાં આવશે જ્યારે અન્ય જિલ્લાઓમાંથી દાહોદ, ગોધરા, ઉત્તર અને દક્ષિણગુજરાતમાં વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. રાજ્યના કુલ 2.58 લાખ જેટલા મુસાફરો એકસ્ટ્રા બસ સંચાલનનો લાભ લઈ શકે છે. આ વર્ષે કોવિડ-19 ની સ્થિતિ છતાંય મુસાફરોને હેરાનગતિ ન થાય તે માટે કોવિડ-19 ની ગાઇડ લાઇનનાં પાલન સાથે બસમાં 75 ટકા મુસાફરો બેસાડવાની સાથે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરનાર છે. જેને લઇને દિવાળી મનાવવા વતન જતા હજારો લોકોને મોટી રાહત મળી જશે.

નોંધપાત્ર છેકે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં મુસાફરો વતન ભણી જવા નિકળતા હોવાથી ખાનગી વાહનોમાં બમણા ભાડા સાથે વાહનોની છત પર બેસીને પણ જીવનાં જોખમે મુસાફરી કરવાની ફરજ લોકોને મજબૂરીમાં પડતી હોય છે. આ સ્થિતિ નિવારવા માટે એસ.ટી.નિગમ દ્વારા મુસાફરો માટે વધારાની બસો દોડાવાનું આયોજન કરાયું છે.

 જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…