Pakistan/ બલૂચિસ્તાનમાં ઈદ-એ-મિલાદના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 52ના મોત 150થી વધુ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં અલ-ફલાહ મસ્જિદ પાસે ઈદ મિલાદ-ઉલ-નબીના જુલૂસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે.

Top Stories World
Mantavyanews 2023 09 29T140612.633 બલૂચિસ્તાનમાં ઈદ-એ-મિલાદના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 52ના મોત 150થી વધુ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં અલ-ફલાહ મસ્જિદ પાસે ઈદ મિલાદ-ઉલ-નબીના જુલૂસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ હુમલામાં 52 ના મોત થયા હતા. સાથે જ 150થી વધુ ઇજા પામ્યા છે. હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. વિસ્ફોટમાં એક નાયબ પોલીસ અધિક્ષકનું મોત થયું છે.

આ મહિનાની શરૂઆતમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F) નેતા હાફિઝ હમદુલ્લા સહિત ઓછામાં ઓછા 11 લોકો આ જ જિલ્લામાં એક વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. અઠવાડિયા અગાઉ એક લેવી અધિકારીને બસ સ્ટેન્ડ પર અજાણ્યા લોકોએ ગોળી મારી હતી, જ્યારે ત્યાંથી પસાર થતા અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલાઓ થઈ રહ્યા છે

ગયા વર્ષે ઓક્ટોબરમાં મસ્તુંગના કાબૂ હિલ વિસ્તારમાં બે વાહનોને નિશાન બનાવીને થયેલા બોમ્બ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલા થાય છે. આતંકવાદી જૂથો વચ્ચેની લડાઈને કારણે પણ હુમલા કરવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં ક્વેટાની એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો જેમાં દસ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. બલૂચિસ્તાનના દક્ષિણમાં એપ્રિલમાં થયેલા હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા. વ્યસ્ત બજારમાં થયેલા હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે.


આ પણ વાંચો:Indian Army/ ચીનની આક્રમકતા પર ભારતની લગામ, સરહદ પર 130 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ શરૂ

આ પણ વાંચો: Tata-Gift City/ ટાટાની એર ઇન્ડિયાના ડીલમાં ગિફ્ટ સિટીનો છે મહત્વનો ફાળો

આ પણ વાંચો: અમદાવાદ/ વધુ એક હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે અનેક વાહનોને ઉલાળ્યા, જુઓ CCTV