GST Scam/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોગસ GST બિલ કૌભાંડના મુખ્ય આરોપી ઝડપાયો

ગુજરાત GST વિભાગ બોગસ બિલીંગનો ખાત્મો કરવા સતત કાર્યવાહી કરી રહી છે. 1500 કરોડના બોગસ GST  બિલ કૌભાંડના મુખ્ય આરોપી અલ્તાફ સાકરવાલાને દબોચી લીધો છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 58 4 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોગસ GST બિલ કૌભાંડના મુખ્ય આરોપી ઝડપાયો

ગુજરાત GST વિભાગ બોગસ બિલીંગનો ખાત્મો કરવા સતત કાર્યવાહી કરી રહી છે. 1500 કરોડના બોગસ GST  બિલ કૌભાંડના મુખ્ય આરોપી અલ્તાફ સાકરવાલાને દબોચી લીધો છે. જણાવી દઈએ કે, 200 કરતા વધારે બોગસ પેઢી બનાવીને છેતરપીંડી કરી છે. 850 કરોડ કરતા વધારે બોગસ બિલો બનાવી છેંતરપીંડી કરી હતી.

આ અગાઉ રાજ્યભરમાં GST વિભાગની બોગસ પેઢી શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. આ ડ્રાઈવમાં GST કૌભાંડનો આંકડો 8 હજાર કરોડને પાર પહોંચ્યો હતો. GST કૌભાંડની તપાસમાં રાજ્યમાંથી 6200 કંપનીઓ પકડાઈ હતી. વિભાગ દ્વારા આ તમામ પકડાયેલી 6200 જેટલી કંપનીઓ બંધ કરવામાં આવી હતી. સાથે 8000 હજાર કરોડ રૂપિયા જેટલી ચેક્સ ચોરીની રકમ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

GST કૌભાંડમાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ કરી હતી. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં સુરતના મુરસિદઆલમ સૈયદ, ભાવનગરના ઉસ્માનગની ફટાણી અને અમદાવાદના મુકુલ યાદવ નામના વેપારીની ધરકપડક કરવામાં આવી હતી. તમામ આરોપીઓ ભંગારના ધંધાની આડમાં GSTનું કૌભાંડ આચરતા હતા.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!