Not Set/ સ્પોર્ટ્સ/ બીજી ટેસ્ટ પહેલા બાંગ્લાદેશ માટે આવી મોટી મુસિબત, આ ખેલાડી થયો ટીમથી બહાર

કોલકાતાનાં ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડન્સ પર ભારતીય ટીમ ક્રિકેટનો નવો ઇતિહાસ લખવા માટે તૈયાર છે. જ્યારે બંને ટીમો બુધવારે મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી, ત્યારે આ ઐતિહાસિક મેચ પહેલા બાંગ્લાદેશી શિબિર માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા. બાંગ્લાદેશનાં અંતિમ 15 માં રિઝર્વ ખેલાડી અને ઓપનર સૈફ હસનને શ્રેણીનાં અંતિમ અને બંને દેશો વચ્ચેની […]

Top Stories Sports
images 3 2 સ્પોર્ટ્સ/ બીજી ટેસ્ટ પહેલા બાંગ્લાદેશ માટે આવી મોટી મુસિબત, આ ખેલાડી થયો ટીમથી બહાર

કોલકાતાનાં ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડન્સ પર ભારતીય ટીમ ક્રિકેટનો નવો ઇતિહાસ લખવા માટે તૈયાર છે. જ્યારે બંને ટીમો બુધવારે મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી, ત્યારે આ ઐતિહાસિક મેચ પહેલા બાંગ્લાદેશી શિબિર માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા. બાંગ્લાદેશનાં અંતિમ 15 માં રિઝર્વ ખેલાડી અને ઓપનર સૈફ હસનને શ્રેણીનાં અંતિમ અને બંને દેશો વચ્ચેની પ્રથમ પિંક બોલ સાથેની ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવાયો છે.

આંગળીની ઈજાને કારણે સૈફ હસનને ઈડન ગાર્ડનમાં રમાનારી ટેસ્ટથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઇન્દોરનાં હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મેચ દરમિયાન સૈફ એક વધારાનો ખેલાડી તરીકે ફિલ્ડિંગ કરવા ઉતર્યો હતો જ્યાં તેની આંગળીમાં ઈજા થઈ હતી. સૈફ હસનની ઈજાની પુષ્ટિ કરતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ક્રિકબઝને કહ્યું છે કે, મેડિકલ ટીમની સલાહ પર હસનને આરામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીસીબીએ કહ્યું, ‘અમારી મેડિકલ ટીમ માને છે કે વધુ સૈફને જેટલો આરામ આપવામાં આવશે, તેટલો તે જલ્દીથી સ્વસ્થ થઈ શકશે. ઈજાને ધ્યાનમાં રાખીને, અમે તેમને કોલકાતાની મેચથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે, 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં વિરાટ સેનાએ બાંગ્લાદેશને 130 રન અને ઇનિંગ્સથી હરાવ્યું હતું અને હાલમાં તે શ્રેણીમાં 1-0થી આગળ છે. વળી બીજી ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈથી લઈને ભારતીય ચાહકો સુધી તમામ ઘણા આતુર છે. બાંગ્લાદેશની પીએમ શેખ હસીના આ મેચ જોવા ભારત આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.