Jammu Kashmir/ અનંતનાગમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, આ ખૂંખાર આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ગત બુધવારથી ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે.

Top Stories India Breaking News
Mantavyanews 49 1 અનંતનાગમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, આ ખૂંખાર આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ગત બુધવારથી ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. જિલ્લાના કોકરનાગના ગાડુલના ગાઢ જંગલ અને પહાડી વિસ્તારમાં સાત દિવસ સુધી ચાલેલી અથડામણ મંગળવારે સમાપ્ત થયું છે. જો કે સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ અહીં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં લશ્કરના કમાન્ડર ઉઝૈર ખાનનો પણ સમાવેશ થાય છે.

એડીજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન માર્યો ગયો છે. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક આતંકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. અનંતનાગ એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે, પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઓપરેશન દરમિયાન બે આતંકીઓના મૃતદેહ મળ્યા

ઓપરેશન દરમિયાન અન્ય બે મૃતદેહો મળી આવ્યા હતા. આમાંથી એક મૃતદેહ ઉઝૈર ખાનનો છે. જ્યારે બીજા આતંકીની ઓળખ હજુ પણ થઈ રહી છે. ગડુલ ઓપરેશન ખીણમાં આતંકવાદ વિરુદ્ધ લાંબા ઓપરેશનની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળો દ્વારા ડ્રોન અને અન્ય આધુનિક હથિયારો અને સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોણ હતો આતંકી ઉઝૈર ખાન?

કોકરનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ સુરક્ષા અધિકારીઓ અને એક જવાન શહીદ થયા હતા. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા TRFએ આ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. 10 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો આતંકવાદી ઉઝૈર ખાન આ હુમલાને અંજામ આપવામાં સામેલ હતો. ઉઝૈર ખાન સ્થાનિક આતંકી હતો, જે કોકરનાગના નૌગામ ગામનો રહેવાસી હતો. જૂન 2022થી ઉઝૈર ખાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. મંગળવારે એડીજીપી કાશ્મીરે કહ્યું કે ગડુલના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં ઉઝૈર ખાન સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા.

આ પણ વાંચો: Parliament Special Session/ લોકસભામાં રજુ થયું ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ બિલ, મહિલાઓને શું થશે ફાયદ!

આ પણ વાંચો: India Agents/ જસ્ટિન ટ્રુડોના આરોપ બાદ ભારતે કેનેડાના રાજદ્વારીને 5 દિવસની અંદર જવા માટે કહ્યું

આ પણ વાંચો: શરમજનક/ વ્યાજના ચક્રવ્યુમાં ફસાયેલા 10થી વધારે લોકોની કિડની કાઢી લેવાઇ