Not Set/ બિહાર : પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોએ વળતરની કરી માંગણી, સીઓને દોડાવીને ફટકાર્યા

બિહારમાં પૂરનાં કારણે ઘણા લોકોએ પોતાના ઘર અને સ્વજન ગુમાવ્યા છે. હાલત એટલી ખરાબ છે કે પૂર અસરગ્રસ્તો હવે વળતરની માંગણી કરતા હિંસક બની ગયા છે. આપને જણાવી દઇએ કે, વળતરની માંગને લઇને પૂર્વી ચમ્પારણમાં પૂરથી પ્રભાવિત થયેલા લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે. સુત્રોનું કહેવુ છે કે, શુક્રવારે પૂર અસરગ્રસ્ત પીડિતોએ વળતરની માંગને લઇને […]

Top Stories India
bihar angry flood બિહાર : પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોએ વળતરની કરી માંગણી, સીઓને દોડાવીને ફટકાર્યા

બિહારમાં પૂરનાં કારણે ઘણા લોકોએ પોતાના ઘર અને સ્વજન ગુમાવ્યા છે. હાલત એટલી ખરાબ છે કે પૂર અસરગ્રસ્તો હવે વળતરની માંગણી કરતા હિંસક બની ગયા છે. આપને જણાવી દઇએ કે, વળતરની માંગને લઇને પૂર્વી ચમ્પારણમાં પૂરથી પ્રભાવિત થયેલા લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે. સુત્રોનું કહેવુ છે કે, શુક્રવારે પૂર અસરગ્રસ્ત પીડિતોએ વળતરની માંગને લઇને લાકડી ડંડાઓની સાથે ચિરૈયા પ્રખંડ અંચલ કાર્યાલય પહોચ્યા અને પ્રદર્શન કરવા લાગ્યા.

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત લોકોએ ચિરૈયાનાં અંચલાધિકારીની પાસેથી પૂર રાહતની માંગ કરતા દૂરવ્યવહાર કર્યો હોવાનું સામે આવી રહ્યુ છે. ગ્રામજનોએ સીઓ ને રસ્તા પર દોડાવીને માર માર્યો હતો. બાદમાં સીઓએ એક દુકાનમાં શરણ લઇને પોતાના જીવને બચાવ્યો. સુત્રોનું કહેવુ છે કે, પૂર અસરગ્રસ્તોની માંગણી છે કે દરેક ગામને પૂર ગ્રસ્ત ઘોષિત કરવામાં આવે અને દરેકને વળતર આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં હજુ પણ પૂરની સ્થિતિ બની રહી છે. જો કે ઘણી પ્રમુખ નદીઓમાં પાણીનું સ્તર ઘટ્યુ છે પરંતુ હજુ ખતરો પૂરી રીતે ટળ્યો નથી. રાજ્યનાં અંદાજે 12 જેટલા જિલ્લામાં મોટા ભાગનાં વિસ્તારોમાં ઘર અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારે આ કારણે ઘણા લોકો બેઘર પણ બની ગયા છે. આપને જણાવી દઇએ કે અહી પૂરનાં કારણે મોતનો આંકડો 78 સુધી પહોચી ગયો છે. આ પૂરથી પ્રભાવિત લોકોને શુક્રવારે રાહત રાશિ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. સરકારી આંકડાઓ મુજબ રાજ્યનાં 12 જિલ્લાનાં 921 પંચાયતોમાં પૂરનાં કારણે પાણી ફેલાયુ છે, જેના કારણે 55 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.