Not Set/ સુરત/ ઉધના નજીક ટેમ્પોની અડફેટે આવેલા બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હરીનગર પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ટેમ્પોએ અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે, એક્સિડન્ટ બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. એક્સિડન્ટ બાદમાં લોકોના ટોળા એકઠા થઈ જતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના ઉધના […]

Gujarat Surat
31kihun02 accki01bikeaccident.jp સુરત/ ઉધના નજીક ટેમ્પોની અડફેટે આવેલા બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હરીનગર પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ટેમ્પોએ અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે, એક્સિડન્ટ બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. એક્સિડન્ટ બાદમાં લોકોના ટોળા એકઠા થઈ જતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના ઉધના હરીનગર ખાતે આવેલ કોમનયુનિટ હોલ પાસે હિટ એન્ડ રન ની ઘટના સર્જાઈ હતી જેમાં એક ટેમ્પો ચાલકે બાઇક સવારને અડફેટે લઇ ફરાર થઈ ગયો હતો.જ્યા બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.અકસ્માતમાં બાઇક ચાલક અશોક જાદવાનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેના પગલે સ્થાનિકોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો.સ્થાનિકો દ્વારા પાલિકાને આ જગ્યાએ અવારનવાર કહેવા છતાં સ્પીડબ્રેકર કે ડિવાઈડર બનાવવામાં આવ્યાં નથી. તેમજ આ રસ્તા પર કોઈ જ પ્રકારના સાંકેતિક બોર્ડ ન હોવાના કારણે એક્સિડન્ટનું પ્રમાણ વધુ રહ્યું છે.જેવા સ્થાનિકોએ રોષ ઠાલવી આક્ષેપ કર્યા હતા.ઘટના બાદ સ્થાનિકો ના રોષ ને લઇ ઉધના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી .અને એક્સિડન્ટ બાદ ફરાર થઈ ગયેલા ટેમ્પોના ચાલકને ઝડપી લેવા માટે પોલીસે સ્થાનિક લોકોની પુછપરછ હાથ ધરી નંબર મેળવવાની કોશિષ આદરી છે. બીજી તરફ યુવકના મૃતદેહને પીએમ માટે શબવાહિનીમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.