Amirgarh/ ઈકબાલગઢ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત

  મુકેશ ઠાકોર, મંતવ્ય ન્યૂઝ – અમીરગઢ અમીરગઢ પાલનપુર હાઇવે પર ઈકબાલગઢ પાસે રોડ પર આવતા બાઈક ને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલકનું કરુંન મોત થયેલ છે અમીરગઢ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ૩૭ પર થોડાક વિરામ બાદ અકસ્માત થવાનો સિલસિલો યથાવત રહેતા ફરી અકસ્માતોની વણથંભી વણઝાર થતા ઈકબાલગઢ હાઇવે પર આવેલ […]

Gujarat Others
corona 203 ઈકબાલગઢ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત

 

મુકેશ ઠાકોર, મંતવ્ય ન્યૂઝ – અમીરગઢ

અમીરગઢ પાલનપુર હાઇવે પર ઈકબાલગઢ પાસે રોડ પર આવતા બાઈક ને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલકનું કરુંન મોત થયેલ છે

અમીરગઢ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ૩૭ પર થોડાક વિરામ બાદ અકસ્માત થવાનો સિલસિલો યથાવત રહેતા ફરી અકસ્માતોની વણથંભી વણઝાર થતા ઈકબાલગઢ હાઇવે પર આવેલ પાણીની ટાંકી જે અકસ્માત ઝોન તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી દિનેશભાઇ ભૂતભાઈ ખરાડી રહે અજાપુર વાંકા તા અમીરગઢ વાળા બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવતા ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે હંકારતા ગફલાતભર્યું દ્રાયવરિંગ કરતા આ બાઈક ને જોરદાર ટક્કર મારતા બાઈક રોડ ની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી અને તેનો ચાલક રોડ પર પટકાતા ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો જ્યારે અકસ્માત કરનાર ટ્રક ચાલક ભાગી જવામાં સફળ થયો હતો અકસ્માત થતા રોડ પર ટ્રાફિક થતા પોલીસ અને એલ એન્ડ ટી ના સ્ટાફે ટ્રાફિકને અંકુશમાં લેવાના પ્રયાસો કર્યા હતા અને મરંજનાર ની લાશનું પંચનામું કરી પી એમ માટે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લઇ જવામાં આવેલ હતી.

પિતાએ દિકરાની ગુમ થયાની નોંધાઇ ફરિયાદ, તપાસમાં ઘરની છત પર મળ્યા હાડપિંજર

દેશમાં Covid-19 નાં એક્ટિવ કેસમાં ઘટાડો, કુલ આંક પહોંચ્યો 98 લાખને પાર

શું તમે જાણો છો શિયાળાની સવારે કેમ પડે છે ઝાકળ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો