પાટીદારનો હુંકાર/ જુનાગઢમાં કડવા પાટીદારોનો હુંકાર: અમને અન્યાય થશે તો ચૂંટણીમાં જોઈ લેશું

વસ્તીની ટકાવારી અને સમર્થકોની ટકાવારી મુજબ આગામી ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી હતી. ફક્ત એક પક્ષ નહીં પરંતુ તમામ પક્ષો પાસે પાટીદાર સમાજે ટિકિટની માંગણી કરી છે.. આગામી સમયમાં જોવાનું રહ્યું કે પાટીદાર સમાજને અન્યાય થાય છે કે પછી પક્ષો દ્વારા સંતોષકારક નિર્ણયો લેવાશે..

Top Stories Gujarat Others
કડવા પાટીદાર

ગુજરાત રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વિવિધ સામાજિક સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. અને પોતાના સમાજના શક્તિ પ્રદર્શન યોજી રહ્યા છે. જુનાગઢ ખાતે કડવા પાટીદાર સમાજનું મહા સંમેલનનું આયોજન થયું હતું જેમાં કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉમાધામ ગાઠીલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ અને સીદસરના પ્રમુખ જયરામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા સાથે હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો આ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા..

આ પ્રસંગે સમાજના પ્રમુખ વાલજી ફળદુએ જણાવ્યું હતું કે, જો ચૂંટણીમાં અન્યાય થશે તો જોઈ લેશું.આમ કહી કડવા પાટીદારને અન્યાય થતો હોવાનો આડકતરો ઈશારો કર્યો હતો. તો સાથે સીદસર અને ગાંઠીલાના પ્રમુખન પણ સુર બદલાય હતા. અને તેમણે પણ વાલજીભાઈના સૂરમાં સૂર પરોવયા હતા. તો સાથે તમામ પક્ષો પાસે મહત્તમ ટીકીટ પોતાના સમાજ માટે માંગ કરી હતી. વસ્તીની ટકાવારી અને સમર્થકોની ટકાવારી મુજબ આગામી ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી હતી. ફક્ત એક પક્ષ નહીં પરંતુ તમામ પક્ષો પાસે પાટીદાર સમાજે ટિકિટની માંગણી કરી છે.. આગામી સમયમાં જોવાનું રહ્યું કે પાટીદાર સમાજને અન્યાય થાય છે કે પછી પક્ષો દ્વારા સંતોષકારક નિર્ણયો લેવાશે..

બન્ને સંસ્થાના પ્રમુખના નિવેદનથી હાલ જુનાગઢ અને ગીર સોમનાથમાં રાજકીય હલચલ તેજ બની છે. હાલમાં ચૂંટણી નજીક આવી રીછે ત્યારે કોઈ પણ પાર્ટીને કોઈપણ સમાજની નારાજગી વહોરવી પોષાય તેમ નથી.