જાહેરાત/ મહારાષ્ટ્ર-કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણી, ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર

કર્ણાટક અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી 12 ડિસેમ્બરે યોજાવાની છે, ભાજપે શુક્રવારે મહારાષ્ટ્રની પાંચ અને કર્ણાટકની 17 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત

Top Stories India
1 16 મહારાષ્ટ્ર-કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણી, ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર

કર્ણાટક અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ અંતર્ગત ભાજપે મહારાષ્ટ્રની પાંચ અને કર્ણાટકની 17 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

કર્ણાટક અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી 12 ડિસેમ્બરે યોજાવાની છે. આ માટે ભાજપે શુક્રવારે મહારાષ્ટ્રની પાંચ અને કર્ણાટકની 17 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સ્થાનિક સંસ્થાઓની 42 બેઠકો માટે વિધાન પરિષદોની દ્વિવાર્ષિક ચૂંટણી 12 ડિસેમ્બરે યોજાશે. જ્યારે મતગણતરી 14 ડિસેમ્બરે થશે.