Threat/ ભાજપ કોર્પોરેટરના પતિએ પોલીસને આપી ખુલ્લી ધમકી,જુઓ વીડિયો

ભાજપના કોર્પોરેટરના પતિ સામે દારૂ કેસની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પરિણામે તેણે રોષે ભરાઈને પોલીસને જ ધમકી આપતો વીડિયો શેર કરી દીધો હતો.

Top Stories Gujarat
2 40 ભાજપ કોર્પોરેટરના પતિએ પોલીસને આપી ખુલ્લી ધમકી,જુઓ વીડિયો

ભાજપના કોર્પોરેટરના પતિ સામે દારૂ કેસની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પરિણામે તેણે રોષે ભરાઈને પોલીસને જ ધમકી આપતો વીડિયો શેર કરી દીધો હતો. આમાં તેણે સમગ્ર પરિવાર સાથે સામુહિક આપઘાત કરવાની વાત ઉચ્ચારી હતી.જૂનાગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે. જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત સાત જેટલા લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે, જેમા તે કોઇ પણ પ્રકારના ખૌફ વિના પોલીસને ધમકી આપી રહ્યો છે.

બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ ધીરેન કારીયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે જેમા તે કહી રહ્યો છે કે, મને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. જો આવી રીતે જ મને હેરાન કરવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઇશ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 22.40 લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ દારૂનું કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને આ દારૂ લિસ્ટેડ બુટલેગરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે બુટલેગરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ધીરેન કારિયાએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, તે પોતાના પિતાના શ્રાધમાં હતો અને તેની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે સાથે જ ધીરેન કારિયાએ વીડિયોમાં એવું પણ કહ્યું છે કે તેની પાસે 1 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેનો કેસ વંથલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસ પરત ખેંચવા માટે જ પોલીસે તેના પર ખોટો કેસ કર્યો છે.