Surat-Firing/ સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ફાયરિંગ કર્યું

સુરતના ભાજપના કોર્પોરેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ ફાયરિંગ કર્યુ હોવાનો આરોપ તેના પર લાગ્યો છે. પોલીસે આ મામલે દિવ્યેશ ભેંસાણિયાની ધરપકડ પણ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat
Surat Dadagiri સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ફાયરિંગ કર્યું

સુરતઃ સુરતમાં હવે ધીમે-ધીમે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનવા જઈ રહ્યુ છે. ક્રાઇમના બનાવો ઉપરાંત રાજકારણીઓને લગતી તકલીફો પણ ઓછી નથી. સુરતના ભાજપના કોર્પોરેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ ફાયરિંગ કર્યુ હોવાનો આરોપ તેના પર લાગ્યો છે. પોલીસે આ મામલે દિવ્યેશ ભેંસાણિયાની ધરપકડ પણ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ભેંસાણ ગામમાં ઇશ્વરકૃપા રેસિડેન્સીની સાઇટ પર દિવ્યેશને કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ થઈ હતી. તેને લઈને દિવ્યેશે એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જો કે આ ફાયરિંગ કોઈના પર નહીં પણ દીવાલ પર કરવામાં આવ્યું હતું. ફાયરિંગના સમાચારના પગલે સનસનાટી મચી ગઈ હતી. દિવ્યેશ પટેલે કોન્ટ્રાક્ટરને ધમકાવવા માટે દીવાલ પર ફાયરિંગ કર્યુ હતુ. આશ્વાસન લેવા લાયક બાબત એ છે કે આ ઘટનામાં કોઈને ઇજા થઈ ન હતી.

સ્થાનિક ચર્ચાઓ મુજબ બાંધકામ સાઇટ પર કામ પૂરું ન થવાના કારણે સંઘર્ષ થયો તો. તેના પગલે દિવ્યેશ પટેલે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરને અપશબ્દો કહ્યા હતા. તેના પછી અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ. તેના લીધે બાંધકામ સ્થળે દોડાદોડી મચી ગઈ હતી. આ ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દિવ્યેશની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે દિવ્યેશના હથિયારની તપાસ પણ પોલીસે શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ફાયરિંગ કર્યું


આ પણ વાંચોઃ Ahmedabad/ અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી

આ પણ વાંચોઃ Risks Of AI/ ભારત, યુરોપિયન યુનિયન સહિત 27 દેશો એઆઈના જોખમો પર સંમત થયા, પ્રથમ આંતરરાષ્ટ્રીય ઘોષણા પર હસ્તાક્ષર કર્યા

આ પણ વાંચોઃ Stock Market/ ફેડે બજારમાં પ્રાણ ફૂંક્યાઃ સેન્સેક્સની 500 પોઇન્ટની તેજી સાથે શરૂઆત