Gujarat surat/ સુરતમાં ભાજપના કોર્પોરેટરના દીકરાએ લેબર કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ, થઈ ધરપકડ

સુરતના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભેસાણ ગામ ખાતે ઈશ્વર કૃપા સોસાયટીમાં લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાભોરે જે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો.

Gujarat Surat
Untitled સુરતમાં ભાજપના કોર્પોરેટરના દીકરાએ લેબર કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ, થઈ ધરપકડ

@અમિત રૂપાપરા

Surat News: સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, લૂંટ, મારામારી, હત્યા કે, પછી હુમલા જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરતમાં ભાજપના જ નગરસેવકના દીકરાએ કોન્ટ્રાક્ટર સાથે બોલાચાલી થતા કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનામાં પોલીસે ભાજપના નગરસેવકના દીકરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સુરતના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભેસાણ ગામ ખાતે ઈશ્વર કૃપા સોસાયટીમાં લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાભોરે જે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો તેનું કામ પૂરું થઈ ગયું હતું. છતાં પણ કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાભોર સાથે જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના નગરસેવક અજીત પટેલના દીકરા દિવ્યેશ પટેલે ઝઘડો કર્યો હતો.

કોન્ટ્રાક્ટર અલ્પેશ સાથે થયેલા ઝઘડામાં દિવ્યેશ રોષે ભરાયો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા દિવ્યેશ બાંધકામ સાઈડ પર જ પોતાની પાસે રહેલી ગનથી એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જેથી આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અલ્પેશ દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકના દીકરા દિવ્યેશ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા દિવ્યેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

ભાજપના કોર્પોરેટર અજીત પટેલના દીકરા દિવ્યેશે અલ્પેશ પર પોતાની પાસે રહેલી ગન વડે ફાયરિંગ કર્યું હતું પરંતુ સદનશીબે આ ઘટનામાં અલ્પેશને કોઈ ઈજા થઈ ન હતી અને તેનો જીવ બચ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પાલ પોલીસ દ્વારા દિવ્યેશ પટેલ સામે આઇપીસીની કલમ 307 અને આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે કે, દિવ્યેશ પટેલ દ્વારા જે ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ગન તે કોની પાસેથી લાવ્યો હતો અને આ ગનનું લાઇસન્સ છે તેની પાસે છે કે નહીં.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ભાજપના કોર્પોરેટરના દીકરાએ લેબર કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ, થઈ ધરપકડ


આ પણ વાંચો:1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા