Not Set/ “મહેન્દ્રસિંહને છેતરી ગયું ભાજપ” NCP અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ છોડયું ભાજપ સામે તીર

ભાજપ મહેન્દ્રસિંહ વાઘેલાને છેતરી ગયા શંકરસિંહ વાઘેલાનું મહેન્દ્રસિંહ અંગે પ્રથમ વાર નિવેદન મહેન્દ્રસિંહ વાઘેલા છે શંકરસિંહ વાઘેલાના દિકરા મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા મને પૂછ્યું પણ નહીં હવે મહેન્દ્રસિંહનો ભાવ ભાજપમાં કોઇ પૂછતું નથી દારૂ મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા ગુજરાત એન.સી.પી.અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ મહેન્દ્રસિંહ વાઘેલાનાં નામે ભાજપ સામે તીર છોડયું છે. ભાજપને આડકતરી રીતે ટપારતા […]

Top Stories Gujarat Others Politics
Shankarsinh's 'Bapu' Confess in public, I was 'drunk' in the past
  • ભાજપ મહેન્દ્રસિંહ વાઘેલાને છેતરી ગયા
  • શંકરસિંહ વાઘેલાનું મહેન્દ્રસિંહ અંગે પ્રથમ વાર નિવેદન
  • મહેન્દ્રસિંહ વાઘેલા છે શંકરસિંહ વાઘેલાના દિકરા
  • મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા મને પૂછ્યું પણ નહીં
  • હવે મહેન્દ્રસિંહનો ભાવ ભાજપમાં કોઇ પૂછતું નથી
  • દારૂ મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા

ગુજરાત એન.સી.પી.અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ મહેન્દ્રસિંહ વાઘેલાનાં નામે ભાજપ સામે તીર છોડયું છે. ભાજપને આડકતરી રીતે ટપારતા શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર મહેન્દ્રસિંહ વાઘેલા માટે નિવેદન કર્યુ છે. તેમણે કહયુ કે ભાજપ મહેન્દ્રસિંહને છેતરી ગયુ છે.

મહેન્દ્રસિંહ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે મને પૂછ્યું પણ નહીં અને હવે મહેન્દ્રસિંહનો ભાવ પણ કોઇ પૂછતું નથી. બાયડમાં એનસીપી આયોજીત ચૂંટણી સભામાં એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન કર્યું હતું.

બાયડ વિધાનસભાની બેઠક ધારાસભ્યપદેથી ધવલસિંહ ઝાલાના રાજીનામાના પગલે ખાલી પડી છે. પરિણામે ચૂંટણી યોજવાની નોબત આવી છે. 21 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે એનસીપીના પ્રચાર હેતુ જાહેરસભાને સંબોધન કરતાં શંકરસિંહ વાઘેલાએ મહેન્દ્રસિંહ વાઘેલા અંગે પ્રથમ વાર આ પ્રમાણે નિવેદન કર્યું છે.

શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું કે મહેન્દ્રસિંહ વાઘેલા પોતે પણ છેતરાયા હોવાની અનુભૂતિ કરી રહ્યાં છે. દરમિયાન બાયડ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયેલાં ધવલસિંહ ઝાલાએ ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે. ત્યારે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.

સાથે સાથે ભાજપ પર આકરા પ્રાહારો કરતા બાપુએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં દારૂનાં ક્વાર્ટરીયા વહેંચાય છે, પેટા ચૂંટણીઓમાં દારૂની રેલમ છેલમનો શંકરસિંહનો આક્ષેપ હતો અને ગુજરાતમાં દારૂબંધી નિષ્ફળ હોવાનું પણ શંકરસિંહ વાઘેલા પોતાનાં નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું. તો સરકારની સામે દારૂ મામલે ભ્રષ્ટાચારનાં ચાબખા વિંઝતા શંકરસિંહ વાઘેલા કહ્યું કે, દારૂના નામે ગુજરાતમાં કરોડોનો આંધળો વ્યવહાર કરવામાં આવે છે. ગામડામાં, શહેરની ગલીઓમાં દારૂનું વેચાણ ખુલ્લે આમ થાય છે. જુવાન પેઢી દારૂના લઠ્ઠામાં પુરી થઇ ગઈ છે અને સરકાર પોતાનામાં વ્યસ્ત અને મસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.