Political/ ભાજપના કારણે લોકશાહી ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટયો , મતદાનની ટકાવારી ઘટી છે : ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસના  પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મતદાનમાં ગત વખત કરતા થોડા ઓછા મત મળ્યા. પણ ધીમેં ધીમે ભાજપનું જે રાજ છે તેના કારણે લોકશાહી પરથી લોકોનો વિશ્વાસ જઈ રહ્યો છે. 40 ટકા મતદાન થયું. જેમાં 75 ટકા મત ભાજપ વિરુદ્ધ

Gujarat
bharatsinh solanki ભાજપના કારણે લોકશાહી ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટયો , મતદાનની ટકાવારી ઘટી છે : ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસના  પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મતદાનમાં ગત વખત કરતા થોડા ઓછા મત મળ્યા. પણ ધીમેં ધીમે ભાજપનું જે રાજ છે તેના કારણે લોકશાહી પરથી લોકોનો વિશ્વાસ જઈ રહ્યો છે. 40 ટકા મતદાન થયું. જેમાં 75 ટકા મત ભાજપ વિરુદ્ધ પડ્યા છે. ઉત્તમ ડેમોક્રેસી કોને કહેવાય. જેમાં 100 ટકા મતદાન થાય અને પછી સત્તાધારી પક્ષનો નિર્ણય થાય. સમાજની દૂર દશા માટે થોડા નકામા તત્વો એકલા જવાબદાર નથી પણ સારા લોકો, ભલા લોકોની નિષ્ક્રિયતા જવાબદાર છે. જે લોકો મતદાન કરવા નથી જતા જો વધુ મતદાન થયું હોત તો તે મત કોંગ્રેસને મળ્યા હોત. ચૂંટણીની પ્રક્રિયામાં ટીકીટ વહેચણીના જે વિવાદની વાત કરી રહ્યા છો તે કોંગ્રેસ પરિવારની વાત છે તે ચર્ચા કરીશું.

RMC / રાજકોટ મનપા દ્વારા મહિલાઓને અનોખી ભેટ,8 માર્ચે RMTS અને BRTS બસની મુસાફરી free

દેશમાં ભાજપ  આજે નાગરિક પ્રજાના હકને ખતમ કરે છે. તેમ ભાજપ હાલમાં હિન્દુને નુકશાન કરે છે. ગુલામ બનાવવાની દિશામાં લઈ જાય છે. કોંગ્રેસ  લોકશાહી કઈ રીતે બચે તે માટે આગળ વધી રહી છે અને તે માટે શંકરસિંહ  કોંગ્રેસમાં જોડાય તો આવકારીએ છીએ. જેનો છેલ્લો નિર્ણય હાઇ કમાન્ડ કરશે.ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ભારતીય જનતા પાર્ટી  લોભ લાલચ પૈસા અને ચુંટણી પંચનો દુર ઉપયોગ કરી જીતી હોવાનો આક્ષેપ ભરતસિંહ સોલંકીએ  કર્યો. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં  2015 માં જનતાનો આશીર્વાદ અને ટેકો મળ્યો અને કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો. જોકે કમનસીબે 2021 ની ચૂંટણીમાં અનેક પરીબળોએ કામ કર્યું. ભાજપ પૈસા લોભ લાલચ વગેરેનો ઉપયોગ કરી જીત્યા.

VIJAY MALYA / ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડનારા વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈ બ્રિટને કાઢ્યુ નવું જ ગતકડું

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ  પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ  કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને અમે સ્વીકારીશું. હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા  અંગે અંતિમ નિર્ણય લેશે. હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને  આવકારીશું. ભૂતકાળને ભૂલી હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે.મહારાષ્ટ્રની સરકારનો  દાખલો આપતાં ભરતસિંહ કહ્યુ કે, બાલા સાહેબ ઠાકરેની શિવસેના  અને કાંગ્રેસ કામય આમને સામને હોય, આજે સાથે મળીને કોમન મીનીમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચલાવે છે.

India China Dispute / ભારતે ચીનને ચોખ્ખું સંભળાવ્યું- જ્યાં સુધી દરેક જગ્યાએ ડિસએન્ગેજમેન્ટ નહીં થાય ત્યાં સુધી પૂર્વી લદ્દાખમાંથી નહીં હટે સેના

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…