પાટણઃ ગુજરાતમાં ભાજપ આજે પણ બિનહરીફ Patan APMC છે અને તેનો પુરાવો આપે છે પાટણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી. પાટણ માર્કેટિંગ યાર્ડ એટલે કે પાટણ એપીએમસીની ચૂંટણીમા ભાજપનો ભવ્ય વિજય થયો છે. કાર્યકરોએ પણ આ ભવ્ય વિજયની ઉજવણી કરતા જાણે દિવાળી સર્જાઈ હોય તેવી સ્થિતિ હતી.
ખેડૂત વિભાગમાં ભાજપના દસ ઉમેદવારોનો ભય વિજય થયો છે. અગાઉ ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોમાંથી વેપારી વિભાગના ચાર અને ખરીદ વેચાણ વિભાગના બે ઉમેદવાર બિનહરીફ થયા હતા. ખેડૂત વિભાગ Patan APMC માટે ચાર સપ્ટેમ્બરે મતદાન થયું હતું. તેમા 11માંથી ભાજપના દસ ઉમેદવાર વિજયી થયા હતા. તેથી ખેડૂતો, વેપારીઓ અને મંડળીના સભ્યોએ ભવ્ય ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી હતી.
ખેડૂત વિભાગમાં ભાજપની પેનલના દસ ઉમેદવારો Patan APMC સામે એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવતા અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે નાદુરસ્ત તબિયતના લીધે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શખક્યો ન હતો. તેથી કુલ 11 ફોર્મ ખેડૂત વિભાગમના માન્ય રહેતા ખેડૂત વિભાગની ચૂંટણી ચોથી સપ્ટેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.
જો કે અપક્ષ ઉમેદવારે પણ ભાજપની પેનલને ટેકો જાહેર કરતા આ ચૂંટણી ઔપચારિકતા બનીને રહી ગઈ હતી. આજ રોજ પાટણ એપીએમસી હોલ ખાતે મતગણતરી યોજાઈ હતી. તેમા ભાજપના દસ ઉમેદવારોને 108 મત મળતા તમામ ઉમેદવારોનો વિજય થવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ Virender Sehwag/ ODI વર્લ્ડ કપ માટે “વીરેન્દ્ર સેહવાગે” BCCI પાસે આ સૌથી મોટી માંગ કરી
આ પણ વાંચોઃ સનાતનીની તનાતની/ ફક્ત ભીંતચિત્રો જ નહીં, મગજ પરના ચિત્રો હટાવવાની જરૂર, સંપ્રદાય સામે કોર્ટના દ્વાર ખખડાવશે સનાતની
આ પણ વાંચોઃ See What Happened Next/ ‘ઇન્ડિયા’ ભારત બનશે, તો શું તમામ ભારતીય સાઇટ્સ થઈ જશે સ્થગિત ? જાણોસંપૂર્ણ વિગત
આ પણ વાંચોઃ Sanatan Dharma/ “ઉધયનિધિ”ના વિવાદિત નિવેદન મામલે 262 મોટી હસ્તીઓએ CJIને પત્ર લખ્યો!!
આ પણ વાંચોઃ NEPAL/ ભારતના આ એક નિર્ણયથી પડોશી દેશ નેપાળમાં ખુશીનો કોઈ પાર નથી રહ્યો…! PM પ્રચંડે કર્યા વખાણ
