Surat/ બિયારણના કાળાબજાર થતા હોવાનો BJP કિસાન મોરચાના મંત્રીનો આક્ષેપ

બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી એ બિયારણમાં થતા કાળા બજાર ને લઈ કલેકટર,ડી.ડી.ઓ. અને ખેતીવાડી અધિકારી ને મેલ મારફત ફરિયાદ કરી છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 15T152711.767 બિયારણના કાળાબજાર થતા હોવાનો BJP કિસાન મોરચાના મંત્રીનો આક્ષેપ

@યાસીન માંકડ

Botad News: બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી એ બિયારણમાં થતા કાળા બજાર ને લઈ કલેકટર,ડી.ડી.ઓ. અને ખેતીવાડી અધિકારી ને મેલ મારફત ફરિયાદ કરી છે.ખેડૂતો એ પણ બિયારણમા થતા કાળા બજારને પડતી તકલીફ ની કરી વાત. ખેતીવાડી અધિકારી એ હાલ કોઈ ફરિયાદ ન હોય પણ અછત હોવાની વાત નો સ્વીકાર કર્યો  છે.તેમને આવતા દિવસો માં કાળા બજાર ન થાય તેને લઈ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું.

ચોમાસાની સીઝન નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા ચોમાસાના વાવેતર કરવા માટે બિયારણ ની જરૂરિયાત પડતી હોય છે ત્યારે હાલમાં ખેડૂતો દ્વારા બિયારણની ખરીદી કરવાની કામગીરી કરતા હોય છે ત્યારે બિયારણમાં હાલ કાલા બજાર થતો હોય તે વાતની ખેડૂતો દ્વારા મળતી ફરિયાદના આધારે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના જિલ્લા મંત્રી દ્વારા બોટાદ જિલ્લા કલેકટર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીને મેલ મારફત બોટાદ જિલ્લામાં કપાસના બિયારણમાં કાળા બજાર થતા હોય તે મુજબની રજૂઆત કરેલી બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના મંત્રી તરીકે ભુપત ડાભી દ્વારા મેલ મારફત એવો પણ જણાવેલ કે સરકારના ધારા ધોરણ મુજબ બિયારણનો 864 રૂપિયાનો ભાવ હોય એગ્રો દ્વારા 1200 થી 1500 રૂપિયા લેવામાં આવે છે જે બાબતને લઈ તપાસ કરવામાં આવે તેમજ જો મેલ બાદ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ખેડૂતોને સાથે રાખી ભુપત ડાભી દ્વારા કલેક્ટર સહિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે તેવી મીડિયા સમક્ષ  વાત કરવામાં આવી છે.

બોટાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના મંત્રી ભુપત ડાભી દ્વારા કરાયેલા બિયારણમાં કાળા બજારના આક્ષેપ અંતર્ગત બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અને ખેડૂત આગેવાન ઇન્દ્રસિંહ રાયજાદાને આ મામલે પૂછતા તેમને પણ ખેડૂતો દ્વારા બિયારણમાં કાળા બજાર થતા હોવાની ફરિયાદ મળેલ છે.તેમજ કોલેટી કંટ્રોલ ઓફિસર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી કરી ટકોર ઇન્દ્રસિંહ રાયજાદા દ્વારા જણાવવામાં આવેલ કે ખેડૂતોને બિયારણની જ્યારે જરૂર હોય છે ત્યારે જ અછત કરવામાં આવે છે અને ખરેખર અછત નહીં પણ વેપારીઓ દ્વારા સંગ્રહ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને બિયારણ ની જરૂરિયાત સમયે ન છૂટકે વધુ ભાવ આપી અને બિયારણની ખરીદી કરવી પડે છે જે મામલે તાત્કાલિક ધોરણે બોટાદ જિલ્લા કલેકટર મામલતદાર તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને એગ્રો પર રેડ કરવામાં આવે અને એગ્રો દ્વારા નિયત મુજબ આવક જાવક સહિત ની માહિતી રાખવામાં આવે જે બાબતની પણ અધિકારીઓ દ્રારા તપાસ કરવી જોઈએ નહીંતર આવતા દિવસોમાં બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દ્વારા ખેડૂતોને સાથે રાખી જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારેલ છે.

બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના મંત્રીના બિયારણ કાળા બજાર મામલે કરાયેલ મેલને લઈ ખરેખર હકીકત શું તેને લઈ ખેડૂતને પૂછતા ખેડૂતે પણ જણાવેલ કે જ્યારે જ્યારે ખેડૂતોને બિયારણની જરૂરિયાત હોય છે તે જ સમયે બજારમાં બિયારણ મળતું નથી અને જો જોઈતું હોય તો વધુ ભાવ ખર્ચી અને કાળા બજારમાં લેવું પડે છે તે સમયે બજારમાં ખેડૂતની જરૂરિયાત સમયે ડુપ્લીકેટ બિયારણ પર માર્કેટમાં વેચાતું હોય છે પણ ખેડૂત તરીકે તે સમયે તેની ખરેખર ઓળખ થઈ શકતી નથી ઉત્પાદન સમયે ખ્યાલ આવે છે કે ખરેખર આ બિયારણ નકલી હતું પણ તે સમયે એક ખેડૂત તરીકે અમે કંઈ પણ કરી શકતા નથી તેવું ખેડૂત દ્વારા જણાવવામાં આવેલ.

ભુપત ડાભી દ્વારા મેલ મારફત ખેતીવાડી અધિકારીને બિયારણમાં કાળા બજાર થાય તેની કરેલ વાતને લઈ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી બી.આર બલદાણીયા દ્વારા જણાવવામાં આવેલ કે મેલ મારફત મને ફરિયાદ મળેલ છે પણ હજુ સુધી કોઈ ખેડૂત દ્વારા બિયારણમાં કાળા બજાર થતો હોય તેવી રજૂઆત આવેલ નથી પણ તેમ છતાં હાલ બજારમાં બિયારણની અછત હોય તે વાતનો જિલ્લા ખેતીવાડી અધિકારીએ કર્યો સ્વીકાર તેમજ આગામી દિવસોમાં કાળા બજાર ન થાય તેને લઈને અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે તેમજ એગ્રો દ્વારા પણ નિયમ મુજબ સ્ટોક સહિતની કામગીરી કરવામાં આવે તેવું મીડિયા નિવેદન સમયે ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવેલ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત