Not Set/ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કર્યુ અમરેલીમાં મતદાન

વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે.ત્યારે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું.પોતાના વતન ઇશ્વરિયા ગામમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી.તો બીજી તરફ અંજાર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી વાસણ ભાઈ આહીરે મતદાન કરીને પવિત્ર ફરજ અદા કરી હતી.અંજારના ગ્રામ્ય વિસ્તારમાં લોકો […]

Gujarat
parshottam rupala full img કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કર્યુ અમરેલીમાં મતદાન

વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે.ત્યારે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું.પોતાના વતન ઇશ્વરિયા ગામમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી.તો બીજી તરફ અંજાર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી વાસણ ભાઈ આહીરે મતદાન કરીને પવિત્ર ફરજ અદા કરી હતી.અંજારના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઉત્સાહભેર મતદાન કરતા નજરે પડ્યા હતા.સાથે સાથે વિકલાંગ વ્યક્તિ પણ મતદાન કરતા નજરે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિકલાંગ વ્યક્તિ મતદાન કરી શકે તે માટે મતદાન કેન્દ્ર પર માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.માંડવી વિધાનસભા મત વિસ્તાર માં લોકોએ મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.મહત્વનું છે કે વિકલાંગ વ્યક્તિ પણ મતદાન કરતા નજરે જોવા મળ્યા હતા.યુવાનો,વડીલો ,અને મહિલાઓ પણ ઉત્સાહભેર મતદાન કર્યુ છે.સાથેજ પોરબંદરમાં પણ ભાજપ ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાએ પરિવાર સાથે મતદાન કર્યુ છે. રૂપાળી બા કન્યાશાળા ખાતે મતદાન કર્યુ છે.ઉલ્લેખનિય છે કે જ્યારથી સૌરાષટ્રમાં મતદાન શરૂ થયુ છે ત્યારથી ભાજપનાં નેતાઓમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે