વલસાડ/ ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ

વલસાડમાં ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો છે. બે પરિવાર વચ્ચે થયેલી બબાલના બદલામાં હત્યા કરાઈ હતી.આ મામલે જિલ્લા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others
શૈલેષ પટેલની હત્યા

વલસાડમાં ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો છે. બે પરિવાર વચ્ચે થયેલી બબાલના બદલામાં હત્યા કરાઈ હતી.આ મામલે જિલ્લા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શરદ પટેલ ઉર્ફે સદીયા, દયાળ પટેલ, અજય સુમન ગામીત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનું સિંઘની ધરપકડ કરવામાં આવી છે.બે પરિવાર વચ્ચે અગાઉ થયેલી બબાલના બદલામાં હત્યા થઈ હતી. શરદ પટેલ ઉર્ફે સદીયા સહિતના આરોપીઓએ શાર્પ શૂટરોને સોપારી આપી હતી.

પોલીસે આ મામલે પોલીસે 1600 કિ.મી. સુધીના અસંખ્ય CCTV તપાસ્યા બાદ આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, આ હત્યા માટે 3 લેયરમાં કોન્ટ્રાક્ટ કિલરોને રૂ. 19 લાખની સોપારી આપવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, 8 મે 2023ના રોજ વાપીમાં ભાજપ નેતાની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. શૈલેષ પટેલ પરિવારજનો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ શૈલેષ પટેલ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ફાયરિંગ કરી હત્યારાઓ ફરાર થયા હતા.

આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત

આ પણ વાંચો:રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

આ પણ વાંચો:સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર