Political/ 1500 કાર્યકરો ભાજપમાં જોડાયાના પ્રચાર વચ્ચે હકીકત નીકળી એવી કે, સસ્પેન્ડ કાર્યકર્તા…

1500 કાર્યકરો ભાજપમાં જોડાયાનો ખોટો પ્રચાર કરી ખોટી વાહવાહી મેળવતા ભાજપના નેતાઓ

Top Stories Gujarat Others
jamnagar firing 8 1500 કાર્યકરો ભાજપમાં જોડાયાના પ્રચાર વચ્ચે હકીકત નીકળી એવી કે, સસ્પેન્ડ કાર્યકર્તા...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાજ હાડ થીજવતી ઠંડીમાં પણ  ગુજરાત રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી અન્ય પાર્ટીના કાર્યકર્તા કે નેતાને પોતાની પાર્ટીમાં સામેલ કરવા મરણીયા પ્રયાસ કરી રહી છે.

ત્યારે મહીસાગર જીલ્લામાં પણ કોંગ્રેસના ૧૫૦૦ જેટલા મોટી સંખ્યામાં કાર્યકર્ત ભાજપમાં જોડાયાના અહેવાલ સામે આવ્યા હતા. પરંતુ આ હકીકતની ખરી કરતા આ માત્ર અફવા સાબિત થઈ છે. ભાજપ દ્વારા ખોટી વાહવાહી મેળવવા અને અન્ય પાર્ટીનું મનોબળ તોડવાના હેતુ થી સંતરામપુર ધારાસભ્યથી માંડીને તમામ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાની જાહેરાત કરી હોવાનુ સામે આવ્યું છે.

મળતી વિગતો અનુસાર દાહોદ સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પાર્ટી પ્રમુખ ઉપરાંત પૂર્વ ધારાસભ્યો અને પ્રમુખો વિગેરેની ઉપસ્થિતી માં યોજાયેલા કાર્યક્રમયોજાયો હતો. પરંતુ તેમાં આટલી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર છે જ નહી. સભાના ફોટા બહાર આવ્યા તેમાં હકીકત કંઈક અલગ જોવા મળે છે. વધુ માં ભાજપના જ સસ્પેન્ડ થયેલ કાર્યકરોને ફરીથી ભાજપમાં લઈ કોંગ્રેસના બતાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં કડાણા ભાજપમાં બળવાખોરી કરતા 30 જેટલા કાર્યકરો સસ્પેન્ડ કરાયા હતા. જેમાં 3 તાલુકા પંચાયત સભ્યોની સાથે તાલુકા પ્રમુખ – ઉપપ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડ થયેલા આ તમામ સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈના સમર્થકો હતા.  આ બાબતે ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધ મત આપવા માટે કુબેરભાઈ કહી રહ્યા હતા જેનું રેકોર્ડિંગ વાઇરલ થયું હતું.

Surat / મા વાત્સલ્ય કાર્ડથી સારવાર આપવામાં ગંભીર બેદરકારી, દર્દીઓને હોસ્પિટલથી હેલ્થ સેન્ટર જવું પડે છે

RANKING / જાણો કયા દેશમાં છે કેટલો ભ્રષ્ટાચાર, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ એ જાહેર કર્યું લીસ્ટ,

Bird-flu / ગુજરાતમાં વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો

Business / શાળા શરૂ થતાં પૂરક ધંધાને ગતિ મળશે, અંદાજે 1 હજાર કરોડનો ધંધો મળી રહેશે

કૃષિ આંદોલન / ખેડુતોનું આંદોલન પાછું ખેંચનારા વી.એમ.સિંઘ અને મેનકા ગાંધી વચ્ચે શું સંબંધ છે ?

Surat / નિવૃત ASIના પુત્રોએ પેરોલ પર છૂટી માંગી 30 લાખ રૂપિયાની ખંડણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…