ધમકી/ ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને ISIS તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી

એક મોટા સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે, જ્યાં પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

Top Stories India
ગૌતમ ગંભીર

એક મોટા સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે, જ્યાં પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગૌતમ ગંભીરે આરોપ લગાવ્યો છે કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ભાજપ સાંસદે હવે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખાનગી Cryptocurrencies પર સરકારનાં બેનની દેખાઇ અસર, માર્કેટ થયુ ક્રેસ

આપને જણાવી દઇએ કે, પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે કહ્યું છે કે, તેમને આ ધમકી ISIS કાશ્મીર તરફથી મળી છે. ક્રિકેટરે આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ મામલાની નોંધ લેતા દિલ્હી પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. DCP સેન્ટ્રલ શ્વેતા ચૌહાણનું કહેવું છે કે ગૌતમ ગંભીરનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૌતમ ગંભીરે ગઈકાલે રાત્રે જ આ ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર વિપક્ષનાં નેતાઓ પર પોતાના નિવેદનબાજીને લઈને ચર્ચામાં રહે છે, હાલમાં જ તેમણે નવજોત સિંહ સિદ્ધુને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધુને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાનને તેમના “મોટા ભાઈ” તરીકે બોલાવ્યા પર કહ્યુ, પહેલા પોતાના બાળકોને સરહદ પર મોકલે અને પછી આવા નિવેદન આપે. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, ભારત 70 વર્ષથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને સિદ્ધુ “આતંકવાદી દેશનાં વડાપ્રધાન”ને તેના મોટા ભાઈ કહે તે “શરમજનક” છે. તેમણે ટ્વીટ કર્યું, “તમારા પુત્ર કે પુત્રીને સરહદ પર મોકલો અને પછી આતંકવાદી રાષ્ટ્રનાં વડાને તમારા મોટા ભાઈ કહો! તેમણે પૂછ્યું કે શું સિદ્ધુને યાદ છે કે પાકિસ્તાની આતંકવાદીઓએ છેલ્લા એક મહિનામાં કાશ્મીરમાં આપણા 40 થી વધુ નાગરિકો અને સૈનિકોને મારી નાખ્યા હતા?”

ગંભીરને મળી ધમકી

આ પણ વાંચો – Covid-19 / દેશમાં 537 દિવસમાં કોરોનાનાં Active કેસમાં આવ્યો મોટો ઘટાડો

આપને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર રાજધાની દિલ્હીની પૂર્વ દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે. ભૂતકાળમાં, તે ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે, થોડા સમય પહેલા તે રાજકારણમાં જોડાયા હતા. ગૌતમ ગંભીર બે વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહ્યા છે, ગૌતમ ગંભીર 2007 T20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપમાં મોટા સ્ટાર રહ્યા હતા અને તેમણે બન્ને ફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.