Political/ ભાજપનાં સાંસદ રંજીતા કોલીને મળી ધમકી, બદમાશોએ ઘરમાં કર્યુ Firing

મંગળવારે મધ્યરાત્રિએ રાજસ્થાનનાં ભરતપુરનાં BJP સાંસદ રંજીતા કોલીનાં ઘરે કેટલાક બદમાશોએ ફાયરિંગ કર્યું હતું અને ધમકીભર્યો પત્ર દિવાલ પર ચીપકાવ્યો હતો.

Top Stories India
ભાજપનાં સાસંદનાં ઘર પર હુમલો

મંગળવારે મધ્યરાત્રિએ રાજસ્થાનનાં ભરતપુરનાં BJP સાંસદ રંજીતા કોલીનાં ઘરે કેટલાક બદમાશોએ ફાયરિંગ કર્યું હતું અને ધમકીભર્યો પત્ર દિવાલ પર ચીપકાવ્યો હતો. જ્યારે ફાયરિંગ થયું ત્યારે સાંસદ ઘરમાં હાજર હતા. ઘરની બહાર ફાયરિંગનો અવાજ સાંભળીને રંજીતા કોલી બેહોશ થઈ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સાંસદને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી.

ભાજપનાં સાસંદનાં ઘર પર હુમલો

આ પણ વાંચો – ગુજરાત /  LRD ભરતીના ફોર્મ ભરવા માટે નો આજે છેલ્લો દિવસ,1થી 10 ડિસેમ્બર સુધીમાં ફિઝિકલ ટેસ્ટ શરુ થઈ શકે છે

સાંસદનાં ઘરની બહાર લગાવેલા પોસ્ટર પર જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર સાથે કારતૂસ ચોંટાડીને બદમાશો ભાગી ગયા હતા. ઘટના રાત્રિનાં એક વાગ્યાની જણાવવામાં આવી રહી છે. આ ઘટના બાદ સાંસદ અને તેમનો પરિવાર ગભરાઇ ગયો છે. સાંસદ કોળી પર ભૂતકાળમાં અનેકવાર હુમલા થયા છે અને ફોન પર ધમકીઓ પણ મળી છે. મળતી માહિતી મુજબ, બયાના નગરનાં સાસંદ કોળીનાં ઘરે અચાનક કોઈએ પથ્થરમારો કર્યો અને ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી પરિવારજનો ભયભીત થઈ ગયા હતા. હુમલાખોરો ભાગી ગયા બાદ સાંસદ અને પરિવારનાં સભ્યો બહાર આવ્યા ત્યારે પરિસરમાં એક રાઉન્ડ ફાયરિંગ પડેલું જોવા મળ્યું હતું. ઘરનાં ગેટ પર તેમની તસવીર પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યો હતો અને અહીંથી ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. જેમાથી કેટલાક શબ્દો વચ્ચેથી કાપવામાં આવ્યા છે. બીજી તરફ આ ઘટનાથી સાંસદ કોળી ગભરાઈ ગયા હતા. ત્યારબાદ સંબંધીઓએ તેમને બયાણા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તબીબે તપાસ કરી દવા આપી હતી. હુમલાથી સાંસદ ખૂબ જ ડરી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેમની પાસેથી માહિતી લીધી, તેઓ વધુ કંઈ કહી શક્યા નહીં.

ભાજપનાં સાસંદનાં ઘર પર હુમલો

આ પણ વાંચો – વાર-પલટવાર / નવાબ મલિકે ફોડ્યો દેવેન્દ્ર ફડણવીસ પર અંડરવર્લ્ડ અને નકલી નોટોનું હાઇડ્રોજન બોમ્બ…

સાંસદનાં નિવાસસ્થાને મળેલા ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે આ ખાલી ટ્રેલર છે, હવે તમારી અંદર આટલી બધી ગોળીઓ હશે, જાઇએ તમને કોણ બચાવે છે. હવે તમે મરવા તૈયાર છો, તમે હવામાં એટલું ઊડી ગયા છો. હવે ચાલો જોઈએ કે તમને કોણ બચાવે છે. તમારે જેટલી તાકાત લગાવવી હોય તેટલી લગાવી દો, હવે કોઈ તમને બચાવશે નહી…. પહેલા પત્રમાં લખ્યું હતું કે દલિત એ દલિત છે, દલિત તરીકે જ રહો. અમે સાંસદગીરી આવતા જ હટાવી દઈએ છીએ. દેખો તમને એકવાર છોડી દીધા તો પણ તમે નથી માન્યા….ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં હલૈના વિસ્તારમાં રાત્રિનાં સમયે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના આરોપીઓ હજુ સુધી પોલીસનાં હાથે ઝડપાયા નથી. તે બાબત પણ વણઉકેલાયેલી રહી છે.