ચેતવણી/ ભાજપના સાંસદની ટીએમસીને ચેતવણી

ભાજપના સાંસદે ચેતવણી આપી

India
mpppp ભાજપના સાંસદની ટીએમસીને ચેતવણી

પં.બંગાળની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી.ભાજપે આ હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પરઆત્રેપ લગાવ્યા હતા. પરિણામ બાદ ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેમની હત્યા કરી નાંખવામાં આવે છે. આ ઘટના મામલે ભાજપના સાંસદ પ્રવેશ સાહેબ સિંહ વર્માએ ટવીટ કરીને કહ્યું હતું કે ચૂંટણીમાં હાર જીત થાય પરતું કોઇની હત્યા ના કરાય પરતું ટીએમસીના કાર્યકરો ભાજપના કાર્યકરો પર હુમલો કરે છે અને તેમની હત્યા કરી નાંખે છે.તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે ટીએમસી ના મુખ્યંત્રી,સાસંદ કે ધારાસભ્યએ પણ દિલ્હી આવવાનું હોય છે.

ટીએમસીના કાર્યકરો દ્વારા ગઇકાલે પરિણામ આવ્યા બાદ ભાજપના કાર્યકરો અને તેની ઓફિસ પર હુમલો કરીને અનેક કાર્યકરોને મોતના ઘાટ ઉતારી દીધા હતા એવો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આ હિંસા મામલે ભાજપના સાંસદ પ્રકાશ સાહેબ વર્માએ ચેતવણા આપતા ટીએમસીને ટાંકતા કહ્યું હતું કે મુખ્યમંત્રી,સાંસદ અને ધારાસભ્યોએ પણ દિલ્હી આવવાનું હોય છે.