Not Set/ ખેડૂતો માટે લડી રહેલા હાર્દિકને ભાજપા વારંવાર હેરાન કરી રહી છે : પ્રિયંકા ગાંધી

હાર્દિક પટેલની ધરપકડને લઈને કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ‘ભાજપ યુવા રોજગાર અને ખેડૂતોનાં હક માટે લડતા યુવા હાર્દિક પટેલજીને વારંવાર પરેશાન કરી રહ્યુ છે. હાર્દિકે તેમના સમાજનાં લોકોનો અવાજ ઉઠાવ્યો, નોકરીઓ માંગી, શિષ્યવૃત્તિ માંગી. ખેડૂત આંદોલન થયું. ભાજપ તેને ‘રાજદ્રોહ’ ગણાવી રહ્યું […]

Top Stories India
headlines thumbnail hindi 6 960x540 1 ખેડૂતો માટે લડી રહેલા હાર્દિકને ભાજપા વારંવાર હેરાન કરી રહી છે : પ્રિયંકા ગાંધી

હાર્દિક પટેલની ધરપકડને લઈને કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ‘ભાજપ યુવા રોજગાર અને ખેડૂતોનાં હક માટે લડતા યુવા હાર્દિક પટેલજીને વારંવાર પરેશાન કરી રહ્યુ છે. હાર્દિકે તેમના સમાજનાં લોકોનો અવાજ ઉઠાવ્યો, નોકરીઓ માંગી, શિષ્યવૃત્તિ માંગી. ખેડૂત આંદોલન થયું. ભાજપ તેને ‘રાજદ્રોહ’ ગણાવી રહ્યું છે.

Image result for hardik patel

25 ઓગસ્ટ, 2015 નાં રોજ, અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર તરફી આરક્ષણ રેલી યોજવામાં આવી હતી. આ રેલી બાદ રાજ્યનાં અનેક શહેરોમાં તોડફોડ અને હિંસા થઈ હતી. ક્રાઈમ બ્રાંચે તે વર્ષનાં ઓક્ટોબરમાં હાર્દિક પટેલ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે પોતાની ચાર્જશીટમાં હાર્દિક અને તેના કેટલાક સાથીઓને રાજ્યમાં હિંસા ફેલાવવા અને ચૂંટાયેલી સરકારને પાડવાના કાવતરાનાં આરોપ લગાવ્યા હતા.

Image result for hardik patel

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં હાર્દિક પટેલ નીચલી અદાલતમાં હાજર થવાનો હતો પરંતુ તે કોર્ટમાં હાજર થયો ન હતો. હાર્દિક સામે વોરંટ જારી કરાયું હતું. હાર્દિકની શનિવારે ગુજરાતનાં અમદાવાદ જિલ્લાનાં વીરમગામ તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરાયા બાદ, તેને 24 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.