Not Set/ ભાજપનાં સમર્થક મુકેશ ખન્નાએ કંગનાનાં નિવેદનને ચાપલૂસીથી પ્રેરિત ગણાવ્યું

ટીવી સીરીયલ ‘મહાભારત’ અને ‘શક્તિમાન’માં પોતાના શાનદાર અભિનયથી તમામ દર્શકોનાં હૃદયમાં અમીટ છાપ છોડનાર પ્રખ્યાત અભિનેતા મુકેશ ખન્નાએ ભાજપ સમર્થક અભિનેત્રી કંગના રનૌતની ‘ભિક્ષામાં આઝાદી’નાં નિવેદનને લઇને  ટીકા કરી હતી.

Entertainment
મુકેશ ખન્ના અને કંગના

મહાભારતમાં ભીષ્મ પિતામહનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્ના ઇન્ડસ્ટ્રીનાં એવા કેટલાક અભિનેતાઓમાં આવે છે જે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. તે દરેક બાબતમાં સ્વતંત્રરીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હવે તેમણે કંગનનાં દેશની આઝાદીને લઇને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઇને પ્રતિક્રિયા આપી છે.

1 25 ભાજપનાં સમર્થક મુકેશ ખન્નાએ કંગનાનાં નિવેદનને ચાપલૂસીથી પ્રેરિત ગણાવ્યું

આ પણ વાંચો – Covid-19 / કોરોના વિરુદ્ધ જંગમાં ભારત અગ્રેસર, આજે 536 દિવસમાં સૌથી ઓછા નોંધાયા કેસ

ટીવી સીરીયલ ‘મહાભારત’ અને ‘શક્તિમાન’માં પોતાના શાનદાર અભિનયથી તમામ દર્શકોનાં હૃદયમાં અમીટ છાપ છોડનાર પ્રખ્યાત અભિનેતા મુકેશ ખન્નાએ ભાજપ સમર્થક અભિનેત્રી કંગના રનૌતની ‘ભિક્ષામાં આઝાદી’નાં નિવેદનને લઇને  ટીકા કરી હતી. કંગના પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, અભિનેત્રી આ બધુ સરકારની ચાપલૂસીમાં કહી રહી છે. મુકેશ ખન્નાનો ગુસ્સો કંગના રનૌત પર ફાટી નીકળ્યો છે. વાસ્તવમાં કંગનાએ હાલમાં જ કહ્યું હતું કે, દેશને 1947માં આઝાદી નથી મળી પરંતુ તે એક ભીખમાં મળેલી આઝાદી હતી, અસલી આઝાદી 2014માં મળી હતી. હવે મુકેશ ખન્નાએ કંગનાને તેના નિવેદનને લઈને ઘેરી છે.

Instagram will load in the frontend.

તેમણે કહ્યું કે આ તેની અજ્ઞાનતા દર્શાવે છે જે તેણે એવોર્ડ મેળવ્યા બાદ સ્વતંત્રતા વિશે આવી વાતો કરીને બતાવી છે. આટલું જ નહીં, તેણે કંગનાને ચાપલૂસ પણ કહી દીધી છે. મુકેશ ખન્નાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું- ‘ઘણા લોકો મને વારંવાર કહી રહ્યા છે કે તમે દેશની આઝાદી પર કરવામાં આવેલા કટાક્ષ પર ટિપ્પણી નથી કરી, શું છે કારણ, કેમ?? તો મને થયુ કે આ વિશે મારે જાહેરમાં કહેવું જોઈએ. મારા મતે આ નિવેદન બાળક બુદ્ધિ સમાન હતું. હાસ્યાસ્પદ હતુ, ચાપલૂસીથી પ્રેરિત હતુ. આ નિવેદન તેમની અજ્ઞાનતા દર્શાવે છે કે પદ્મશ્રી એવોર્ડની આડ અસર હતી મને ખબર નથી, પણ આ વાત બધા જાણે છે અને એ પણ માને છે કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947નાં રોજ આઝાદ થયો હતો. કોઈ પણ વ્યક્તિ તેને અલગ રીતે દર્શાવવાનો પ્રયાસ કરે તે પણ મૂર્ખતા હશે.

1 26 ભાજપનાં સમર્થક મુકેશ ખન્નાએ કંગનાનાં નિવેદનને ચાપલૂસીથી પ્રેરિત ગણાવ્યું

આ પણ વાંચો – ગમખ્વાર અકસ્માત / ધનબાદમાં કાર નદીમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહિત પાંચ લોકોનાં મોત

તેમણે આગળ કહ્યું- ‘પરંતુ અહીં હું એ વાત પણ જાહેર કરવા માંગુ છું કે એ કહેવુ કે ગાવું કે..દે દી તુને આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમલ..આ વિધાન પણ વાસ્તવિકતાથી દૂર છે. વાસ્તવિકતા એ છે કે જો કોઈએ અંગ્રેજ સરકારનાં મનમાં ભાગી જવાનો ડર પેદા કર્યો હોય તો તે દેશનાં અસંખ્ય ક્રાંતિકારીઓનું બલિદાન, સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ અને તેમના જ સૈનિકોનાં વિદ્રોહનો ડર હતો તો આવા વિવાદાસ્પદ નિવેદનો ન કરો.’ આ પહેલા મુકેશ ખન્નાએ વીર દાસનાં બે ભારતનાં નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જેટલી તાળીઓ વીર દાસને મળી, એટલી જ ચાબુક તેમને આપણા દેશવાસીઓ પાસેથી મળવા જોઈએ. મુકેશ ખન્નાએ આગળ કહ્યું, ‘આ વીર દાસ શું સાબિત કરવા માંગે છે કે તેનામાં એટલી હિંમત છે કે તે સમગ્ર દેશ વિરુદ્ધ બોલી શકે છે. અને તે પણ વિદેશની ધરતી પર પોતાના દેશનું નામ બગાડીને, શરમ આવી જોઇએ?’