Bollywood/ સલમાન અને શાહરૂખની ફિલ્મ ‘કરણ-અર્જુન’ની થિયેટર સ્ક્રિનિંગ દરમિયાન લાગી આગ, રાકેશ રોશન થયા નારાજ

બોલિવૂડ એક્ટર રાકેશ રોશન ચાહકોથી નારાજ છે. હકીકતમાં, 15 ફેબ્રુઆરીએ સલમાન ખાન અને શાહરૂખ ખાનની સ્ટારર ફિલ્મ કરણ અર્જુનની થિયેટર સ્ક્રિનિંગ દરમિયાન કેટલાક લોકોએ સીટોને આગ ચાંપી દીધી હતી.

Entertainment
a 274 સલમાન અને શાહરૂખની ફિલ્મ 'કરણ-અર્જુન'ની થિયેટર સ્ક્રિનિંગ દરમિયાન લાગી આગ, રાકેશ રોશન થયા નારાજ

બોલિવૂડ એક્ટર રાકેશ રોશન ચાહકોથી નારાજ છે. હકીકતમાં, 15 ફેબ્રુઆરીએ સલમાન ખાન અને શાહરૂખ ખાનની સ્ટારર ફિલ્મ કરણ અર્જુનની થિયેટર સ્ક્રિનિંગ દરમિયાન કેટલાક લોકોએ સીટોને આગ ચાંપી દીધી હતી. આ ફિલ્મ 1995 ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ છે અને તેનું નિર્દેશન રાકેશ રોશન દ્વારા કરવામાં આવ્યું છે. માલેગાંવના એક થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન આગ લાગવાથી દિગ્દર્શક ગુસ્સે થયા હતા. રાકેશ રોશન કહે છે કે તેની પરવાનગી વિના કેવી રીતે ફિલ્મ રીલીઝ થઈ શકે.

સૂત્ર મુજબ સેન્ટ્રલ સિનેમાના માલિકે રાકેશ રોશનની પરવાનગી લીધી ન હતી. રાકેશ રોશન કહે છે કે જ્યારે મારી પરવાનગી લેવામાં જ નથી આવી, તો આવામાં ફિલ્મની કોપી કેવી રીતે થિયેટરની અંદર ગઈ. મારી પાસે કરણ અર્જુનના રાઇટ્સ છે. મને આઘાત લાગ્યો છે કે આખરે મારી પરવાનગી વિના આ ફિલ્મ કેવી રીતે રિલીઝ થઈ. મારી ઓફિસ આ મુદ્દા પર કાર્યવાહી કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

સિનેમાના માલિક શેખ શફીકે એક ખાનગી માધ્યમને જણાવ્યું કે, “માલેગાંવમાં સલમાન ખાન અને શાહરૂખની ફિલ્મ જોઈને લોકો પાગલ થઈ જાય છે. આ પહેલા પણ ઘણી વાર બન્યું છે. આવું ફક્ત મારા થિયેટરમાં જ નહીં પણ ઘણાં થિયેટરોમાં પણ થાય છે. તેઓ તેમના અન્ડરવેરમાં ફટાકડા લઈને થિયેટરમાં આવે છે. આવા લોકોને થિયેટરથી દૂર રાખવું આપણા માટે મુશ્કેલ બની જાય છે. તે સલમાન અને શાહરૂખની ફિલ્મ જોઈને ઉત્સાહિત થઈ જાય છે. પોલીસ આસપાસ હોય ત્યારે પણ આ ઘણી વખત બન્યું છે. આ વખતે અમે કેટલીક સંપત્તિ બચાવી છે, પરંતુ આગામી દિવસોમાં શું થઈ શકે છે, તે કંઇ કહી શકાય નહીં. હમણાં માટે અમે ‘કરણ અર્જુન’ ને અજય દેવગનની ફિલ્મ ‘હલચલ’થી રિપ્લેસ કરી છે. “

શેખે વધુમાં જણાવ્યું છે કે, માર્ચ 2020 થી અમારું ઘણું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે સલમાન અને શાહરૂખની ફિલ્મના સ્ક્રીનિંગથી થોડો પૈસા કમાઈ શક્યા હોત, પરંતુ આ દુર્ઘટના બની ગઈ.જોખમ લેવું ભારે પડ્યું.