ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા પણ ૩૫૦૦ કીટો બનાવી ૧૦૦૦ કીટ ભાવનગર જિલ્લામાં , ૧૦૦૦ કીટ અમરેલી જિલ્લામાં અને ૧૫૦૦ કીટ ગીર સોમનાથ જિલ્લાઓમાં રવાના કરવામાં આવી છે
ભારતીય જનતા પાર્ટીનો દરકે કાર્યકર રાજ્ય ઉપર આવતી કોઇપણ જાતની આપત્તિમાં રાજ્યના નાગરિકોને પોતાના પરિવાર ગણી મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે – સી. આર. પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજીત અન્ય જિલ્લાઓમાં “તાઉ તે” ચક્રવાતના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે રાહત સામગ્રી ભરેલી ૪ ટ્રકોને લીલી ઝંડી આપી રવાના કરી હતી.
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજીત આ રાહત સામગ્રી પ્રસ્થાન કરાવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા “તાઉ તે” ચક્રવાતથી થયેલ નૂકશાનનો હવાઇ સર્વે કરી તાત્કાલિક રાહતરૂપે રૂ. ૧૦૦૦ કરોડની આર્થિક સહાય જાહેર કરી છે. પરંતુ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પોતાના ભાઇઓ હેરાન ન થાય અને તેમના પરિજનોને ખાદ્ય સામગ્રી અને અનાજ મળી રહે તે હેતુંસર વિવિધ જિલ્લાઓમાંથી રાહત કિટો બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.
ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા પણ ૩૫૦૦ કીટો બનાવી ૧૦૦૦ કીટ ભાવનગર જિલ્લામાં , ૧૦૦૦ કીટ અમરેલી જિલ્લામાં અને ૧૫૦૦ કીટ ગીર સોમનાથ જિલ્લાઓમાં રવાના કરવામાં આવી છે. આ કીટમાં ૫ કિલો ચોખા, ૫ કિલો લોટ, ર કિલો ખાંડ, દાળ, તેલ તેમજ મસાલા પેકીંગ કરવામાં આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર રાજ્ય ઉપર આવતી કોઇપણ જાતની આપત્તિમાં રાજ્યના નાગરિકોને પોતાના પરિવાર ગણી મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે.
ઊલેખનીય છે કે તાઉ-તે ચક્રવાત ગુજરાત રાજયના દરિયાકાંઠા ના વિસ્તારોને ઘમરોળી ને ગયું છે. જેના કારણે જાનમાલ ને નુકશાન ઓછું થયું છે. પરંતુ સ્થાવર મિલકત અને અન્ય નુકસાનીનો આંક ઘણો ઊંચો છે.