Politics/ ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાંમાં નાખી દીધી : CM રૂપાણીના ગઢમાં મમતાનું ખેલાહોબે

ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી રૂપાણીના ગઢ ગુજરાતમાં આજે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની વર્ચ્યુઅલ

Top Stories Gujarat
mamata 2 ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાંમાં નાખી દીધી : CM રૂપાણીના ગઢમાં મમતાનું ખેલાહોબે

ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી રૂપાણીના ગઢ ગુજરાતમાં આજે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની વર્ચ્યુઅલ મીટીંગ યોજવામાં આવી હતી જેના કારણે તેમના કાર્યકર્તાઓ ઉત્સાહી બન્યા છે. એટલું જ નહિ અમદાવાદમાં ગુજરાતી ભાષામાં મમતા બેનરજીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાત હંમેશા ભાજપની રણભૂમિ રહ્યું છે.જેના કારણે એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાત તરફ વળી રહ્યા છે.

mamta vc ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાંમાં નાખી દીધી : CM રૂપાણીના ગઢમાં મમતાનું ખેલાહોબે

આજે બપોરે 2:00 કલાકે મમતા બેનરજીની વર્ચ્યુઅલ મિટિંગ શરૂ થઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.મમતા બેનરજીના આ વર્ચ્યુઅલ સંબોધન માટે ટીએમસી ના કાર્યકર્તાઓ દ્વારા શહેરના મોટા શહેરોમાં સ્ક્રીન લગાવવામાં આવી હતી. મમતા બેનરજીએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી

મમતાએ કહ્યું હતું કે આપણી આઝાદી ખતરામાં છે ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાંમાં નાખી દીધી છે.પોતાના જ મંત્રીઓ પર ભાજપ ભરોસો કરી રહ્યો નથી અને એજન્સીઓ નોફોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા ફોન ટેપ કરવામાં આવે છે. પેગાસસ ખતરનાક અને ક્રૂર છે. હું કોઈની સાથે વાત કરી શકતી નથી.તમે જાસૂસી માટે મોટી રકમ ખર્ચ કરી રહ્યા છો મેં તેનાથી બચવા માટે મારા ફોન ને પ્લાસ્ટિકથી ઢાંકી દીધો છે. આ જ રીતે આપણે કેન્દ્રને પણ ઢાંકી દેવાની જરૂર છે નહીંતર દેશ બરબાદ થઈ જશે.આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે તમામ પક્ષો વચ્ચે જાણે ગુજરાતનો ગઢ જીતવા માટે હોડ લાગી હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. એક પછી એક રાજકીય પક્ષો ગુજરાતમાં પગ પેસારો કરવા માટે રાજકીય પક્ષો મીટ માંડીને બેઠા છે. હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો ઔવેસીની એઆઈએમઆઇએમ અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી બાદ હવે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પણ ગુજરાતમાં પગ પેસારો કરવા જઈ રહ્યું છે.

sago str 10 ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાંમાં નાખી દીધી : CM રૂપાણીના ગઢમાં મમતાનું ખેલાહોબે