Maharashtra/ ભાજપને લાગ્યો મોટો ઝટકો, NCP માં જોડાશે પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે

ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રનાં પૂર્વ મહેસૂલ પ્રધાન એકનાથ ખડસે હવે એનસીપીમાં જોડાવા જઇ રહ્યા છે.

Top Stories India
ipl2020 58 ભાજપને લાગ્યો મોટો ઝટકો, NCP માં જોડાશે પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે

ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રનાં પૂર્વ મહેસૂલ પ્રધાન એકનાથ ખડસે હવે એનસીપીમાં જોડાવા જઇ રહ્યા છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્રનાં મંત્રી જયંત પાટિલે એક નિવેદનમાં આ માહિતી આપી.

જયંત પાટિલે કહ્યું, ‘એકનાથ ખડસેએ વર્ષોથી મહારાષ્ટ્રમાં ભાજપને આગળ વધારવાનું કામ કર્યું છે, મને જાણ કરવામાં આવી છે કે ભાજપ નેતા એકનાથ ખડસેએ તેમના પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અમે તેમને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) માં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે બપોરે 2 વાગ્યે તેમને ઔપચારિક રીતે એનસીપીનું સભ્યપદ આપવામાં આવશે.

જયંત પાટિલનાં દાવા બાદથી મહારાષ્ટ્ર ભાજપમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ, ખડસેનાં સમર્થકોએ એનસીપીમાં જોડાતા પહેલા જ ભાજપનાં પૂર્વ પ્રધાનનાં ઘર, જલગાંવ-મુક્તાઈનગરમાં મોટા બેનરો લગાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકનાથ ખડસે લાંબા સમયથી પાર્ટીની અંદર ઉપેક્ષિત અનુભવતા હતા. જણાવી દઈએ કે, ગોપીનાથ મુંડેનાં અવસાન પછી એકનાથ ખડસેને રાજ્યમાં ભાજપનો મોટો ચહેરો માનવામાં આવતો હતો. એવી અટકળો છે કે ખડસે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે (મંગળવાર) રાજીનામાની ઘોષણા કરી શકે છે.