Not Set/ ભાજપ તારા વળતા પાણી ? હારનો સિલસિલો યથાવત, સાતમી વિધાનસભાની ચૂંટણી હારી

ભાજપનો પરાજય વર્ષ 2018 માં શરૂ થયો હતો અને 2020 માં પણ ચાલુ રહેતો જોવામાં મળી રહ્યો છે. 2019 માં હરિયાણા વિધાનસભા સિવાય ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, મહારાષ્ટ્ર અને ઝારખંડ પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયું છે. આ હાર સાથે, દિલ્હીનાં 22 વર્ષ પછી સત્તા પર પાછા ફરવા માટે ભાજપે આગામી વધુ પાંચ […]

Top Stories India
bjp 1 ભાજપ તારા વળતા પાણી ? હારનો સિલસિલો યથાવત, સાતમી વિધાનસભાની ચૂંટણી હારી

ભાજપનો પરાજય વર્ષ 2018 માં શરૂ થયો હતો અને 2020 માં પણ ચાલુ રહેતો જોવામાં મળી રહ્યો છે. 2019 માં હરિયાણા વિધાનસભા સિવાય ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, મહારાષ્ટ્ર અને ઝારખંડ પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયું છે. આ હાર સાથે, દિલ્હીનાં 22 વર્ષ પછી સત્તા પર પાછા ફરવા માટે ભાજપે આગામી વધુ પાંચ વર્ષ રાહ જોવી પડશે. તે જ સમયે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) ત્રીજી વખત દિલ્હીમાં સત્તા સંભાળશે. જો કે આ ચૂંટણીમાં ભાજપે 2015 કરતા સારો દેખાવ કર્યો હોવાનું પણ નોંધવામાં આવી રહ્યુ છે. પરંતુ કોંગ્રેસ માટે આ ચૂંટણી નિરાશાજનક છે.

આપને જણાવી દઈએ કે 2014 માં ભાજપ સરકાર માત્ર 7 રાજ્યોમાં હતી. મોદી લહેરને કારણે ભાજપે રાજ્ય પછી રાજ્ય જીતવાનું ચાલુ રાખ્યું. 2015 માં તે 13 રાજ્યોમાં પહોંચ્યું, 2016 માં તે 15 રાજ્યોમાં પહોંચી ગયું, 2017 માં ભાજપ 19 રાજ્યોમાં વિસ્તર્યું અને 2018 ના મધ્ય સુધીમાં, ભાજપ 21 રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહ્યું. 2019માં કોંગ્રેસે 3 રાજ્યો વાપસી કરી હતી.  

હાલમાં ભાજપ અથવા તેના સાથી પક્ષોના જે 16 રાજ્યો સરકારમાં છે તે છે – બિહાર, આસામ, અરુણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. આ રાજ્યોમાં બીજેપીએ જાતે જ સરકાર બનાવી છે અથવા સાથી સાથે સત્તામાં છે. 

કોંગ્રેસને 2015 સુધી શૂન્ય બેઠકો મળી છે, અને આ વખતે પક્ષની મત ટકાવારી પણ ઓછી થઈ છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ, આપ 53.57 ટકા મતો સાથે 62 બેઠકો પર વિજય નિવડી  છે અને પછી, ભાજપ 39.06 ટકા મતો સાથે 12 બેઠકો પર વિજયી નિવડી છે. કોંગ્રેસને માત્ર 4.15 ટકા વોટ શેર મળ્યો છે, જે 2015 ના 9.7 ટકા હતો અને આ વખતે પણ પોતાનુ ખાતું પણ ખોલાવી શકી નથી, ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં 70 માંથી 67 ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઇ ગઇ છે

આપને જણાવી દઇએ કે, 2015 માં, AAPને 54.3 ટકા મત શેર સાથે 67 બેઠકો મળી હતી. અને AAP દિલ્હી વિધાનસભાનાં ઇતિહાસમાં 67 બેઠકો જીતનાર પહેલો પક્ષ બન્યો હતો. તો ભાજપ 32.3 ટકા સાથે 3 બેઠકો જીતવામાં સફળ રહી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.