Gujarat election 2022/ ભાજપ સાંસદો અને વિધાનસભ્યોના કુટુંબને ટિકિટ નહીં આપે

ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ વિધાનસભ્ય અને સાંસદના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે.

Top Stories Gujarat
ભાજપ સાંસદો અને વિધાનસભ્યોના કુટુંબને ટિકિટ નહીં આપે
  • ચૂંટણીમાં સગાવાદને દૂર રાખવા ભાજપે લીધો મહત્વનો નિર્ણય
  • સાંસદ મનસુખ વસાવાએ પોતાની અને પુત્રીની ટિકિટ કપાતા ટ્વીટ કર્યું

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને શાસક પક્ષ ભાજપના ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ વિધાનસભ્ય અને સાંસદના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના પગલે નાંદોદ બેઠક પરથી ઉમેદવારીનો દાવો કરનારા સાંસદ મનસુખ વસાવાની પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વંશવાદ પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને આ મુદ્દે કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની આકરી ટીકા કરી રહ્યા છે ત્યારે ભાજપમાં પણ આ વાત ઘર કરી ન જાય તે અંગે પક્ષ સચેત છે. ભાજપમાં સગાવાદનો આરોપ કોઈ વિપક્ષ ન કરે તે પોતે વડાપ્રધાન જોવા માંગે છે. તેનું કારણ એ છે કે ભાજપ આ ચૂંટણી વડાપ્રધાનના ખભા પર બેસીને જીતવાનું છે. તેમની પાસે હાલમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાનની સમકક્ષનો કોઈ નેતા નથી, જેનો સ્થાનિક સ્તરે પ્રભાવ હોય. તેથી સંસદીય બોર્ડના અધિકારને અહીં કોઈ પડકારી નહી શકે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં સગાવાદને દૂર રાખવા ભારતીય જાણતા પાર્ટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ સાંસદ અને વિધાનસભ્યના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવા અને તેમના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે. મામલે સંસદે ટ્વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયની કાર્યકરોને જાણ કરી પક્ષનો નિર્ણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે.

મનસુખ વસાવાએ જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને જીતાડવા તેમણે તૈયારી બતાવી છે. પક્ષના અન્ય તમામ આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવાના કામે લાગી જવું જોઈએ તેવી પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સલાહ આપી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં બીજા દિવસે 58 બેઠક પર મંથન કરવામાં આવી રહ્યું છે. આજે બીજા દિવસે ગાંધીનગર, મહેસાણા, અમરેલી, બોટાદ, ખેડા, નવસારી, ભરૂચ, જામનગરના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.