Not Set/ ભરત પંડ્યાએ અટલ જયંતીને દિવસે અટલજીને પાઠવી શ્રદ્ધાજંલી

અમદાવાદ, અટલજીના જન્મ દિવસને લઈને ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ શ્રદ્ધાજંલી અર્પી હતી અને તેમની યાદમાં તેમની કવિતા વાગોળતા કહ્યું હતું કે અટલજી તેમના જન્મ દિવસને એમ કહેતા કે,  હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું. અટલજીના મૃત્યુ પછીનો પ્રથમ જન્મદિવસ અટલજી […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 325 ભરત પંડ્યાએ અટલ જયંતીને દિવસે અટલજીને પાઠવી શ્રદ્ધાજંલી

અમદાવાદ,

અટલજીના જન્મ દિવસને લઈને ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ શ્રદ્ધાજંલી અર્પી હતી અને તેમની યાદમાં તેમની કવિતા વાગોળતા કહ્યું હતું કે અટલજી તેમના જન્મ દિવસને એમ કહેતા કે,  હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું.

અટલજીના મૃત્યુ પછીનો પ્રથમ જન્મદિવસ અટલજી દેહસ્વરૂપે ગયાં. પરંતુ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે.તેમણે પોતાના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હ્યદયમાં રાજ કર્યું છે.

અટલજીનું જીવન શુભારંભ અને અંત બન્નેમાં કૃષ્ણનો સંયોગ. અટલજી કૃષ્ણામાતાની કૂખે જન્મેલાં, કૃષ્ણબિહારીની પિતૃછાયામાં કૃષ્ણની પ્રાચીન નગરી બટેશ્વરએ મૂળ વતન અને ૧૦-કૃષ્ણમેનન માર્ગ, દિલ્હી ખાતે તેમણે દેહ છોડી દીધો. એટલે કે માતા-પિતામાં કૃષ્ણ અને વતન અને મરણ જીવનની શુભારંભથી અંત સુધી કૃષ્ણ સંગ જ રહ્યો.