Gujarat election 2022/ ભાજપની ત્રિસ્તરીય વ્યૂહરચનાઃ સત્તા જાળવવાની, કોંગ્રેસને વિપક્ષમાં રાખવાનો અને AAPને નોએન્ટ્રી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપ ત્રિસ્તરીય વ્યૂહરચના પર કામ કરી રહ્યુ છે. ભાજપની આ ત્રિસ્તરીય વ્યૂહરચનાનું પ્રથમ સ્તર છે કે સત્તા જાળવાની અને બેઠકોમાં વધારો કરવાનો. તેની સાથે આ વ્યૂહરચનાનો બીજો સ્તર છે કોંગ્રેસને પક્ષમાં રાખવાનો. કારણકે ભાજપ જાણે છે કે કોંગ્રેસ છે તો જ તેની પાસે સત્તા છે.

Top Stories Gujarat
ઘાટલોડિયા

Gujarat election 2022ને લઈને ભાજપ (BJP) ત્રિસ્તરીય વ્યૂહરચના (Strategy) પર કામ કરી રહ્યુ છે. ભાજપની આ ત્રિસ્તરીય વ્યૂહરચનાનું પ્રથમ સ્તર છે કે સત્તા જાળવાની અને બેઠકોમાં વધારો કરવાનો. તેની સાથે આ વ્યૂહરચનાનો બીજો સ્તર છે કોંગ્રેસને (Congress) વિપક્ષમાં રાખવાનો. કારણકે ભાજપ જાણે છે કે વિપક્ષમાં (Opposition) કોંગ્રેસ છે તો જ તેની પાસે સત્તા છે.

તેથી આજે પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસને AAP સામે નબળી પડતી જોઈને ભાજપે પોતે AAP સામે એકદમ આક્રમક વલણ અપનાવવું પડ્યુ છે. ભાજપ જાણે છે કે તેની પાસે સત્તા (Power) તો જ હશે જો વિપક્ષમાં કોંગ્રેસ હશે. તેથી આજે ભાજપના AAP સામે બમણા જોરથી અને વેગીલા પ્રચારનું કારણ પણ આ જ છે.

ભાજપ હાલમાં નબળી પડેલી કોંગ્રેસનો લાભ ઉઠાવીને સત્તા મેળવીને જાળવવાની સાથે-સાથે બેઠકોમાં વધારો કરવા માંગે છે,જેથી વધેલી બેઠકો રાજ્યસભાની ચૂંટણીમાં કામમાં આવે. તેની સાથે-સાથે ભાજપ તે પણ ધ્યાન રાખી રહ્યુ છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એન્ટ્રી જ ન મળે. ભાજપ કોઈપણ ભોગે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એન્ટ્રી જ આપવા દેવા માંગતું નથી. તેથી તેણે પ્રચારમાં કોંગ્રેસની તુલનાએ AAP સામે વધુને વધુ આક્રમક વલણ અપનાવ્યું છે.

વડાપ્રધાન મોદીથી (Modi) લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી લઈને કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત ભાજપના રાજ્યસ્તરના નેતાઓ અને બીજા રાજ્યમાંથી બોલાવેલા અગ્રણી નેતાઓ આ જ વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. વાસ્તવમાં વર્તમાન ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા મુકાબલામાં તે ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવી ન જાય. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે તો લડાઈ રહે, પણ આ સંઘર્ષમાં કોઈપણ હવે ત્રીજો પક્ષ ન પ્રવેશે તેનું ધ્યાન રાખી રહ્યા છે.

આ જોઈને કોઈપણ કહી શકે કે રાજકારણ અજીબ કશ્મકશ છે. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના કાર્યાલય પહોંચીને હરીફ ઉમેદવાર સાથે હસ્તધનૂન કરીને મુલાકાત કરી તે આનું ઉદાહરણ છે. આ જોતાં તો એમ કહી શકાય ભાજપના ઉમેદવારને કોંગ્રેસનો ઉમેદવાર હરાવે તેની સામે વાંધો નથી. કોંગ્રેસના ઉમેદવારને ભાજપને ઉમેદવાર હરાવે તેની સામે વાંધો નથી. પણ બંને રાજકીય પક્ષોને આપનો ઉમેદવાર હરાવે તેની સામે તકલીફ છે. બંનેમાંથી કોઈપણ રાજકીય પક્ષ ઇચ્છતો નથી કે તેમનો ઉમેદવાર AAPસામે હારે.

બીજા શબ્દોમાં કહીએ એક રાજકીય પ્રયોગ તરીકે દિલ્હીની બહાર AAPને પંજાબમાં મળેલી સફળતાથી બંને પક્ષ ચોંકી ઉઠ્યા છે. તેથી કેજરીવાલને પક્ષને તેઓ કોઈપણ રીતે રાષ્ટ્રીય પક્ષ બનતો રોકવા ઇચ્છે છે. તેઓનો પ્રયત્ન રહેશે કે AAP ફક્ત હારે એટલું જ નહી પણ તેનો વોટશેર છ ટકાથી ઊંચે ન જવો જોઈએ.

તેથી જ ભાજપે દિલ્હીમાં કેજરીવાલ પણ આક્રમણ તેજ કરી દીધું છે. મનીષ સિસોદિયાને એવા ફસાવી દીધા કે તે ચૂંટણી ટાણે જ ગુજરાતનો ફેરો કરવાનું ભૂલી ગયા અને અરવિંદ કેજરીવાલને સતત આંટાફેરા કરવા પડ્યા. કેજરીવાલના ગુજરાતના આ ધક્કાની સીધી અસર પાછી દિલ્હીમાં ચોથી ડિસેમ્બરે યોજાનારી એમસીડીની ચૂંટણીમાં પડવાની જ છે. આમ ભાજપ ફક્ત ગુજરાતમાં જ નહી પણ દિલ્હીમાં યોજાનારી એમસીડીની ચૂંટણીમાં પણ AAPને ધોબીપછાડ આપવા ઇચ્છે છે.

આ પણ વાંચોઃ

Accident/ ગાંધીનગરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે થયો અકસ્માત,બે બાળકો ઇજાગ્રસ્ત,કારમાં દારૂ હોવાની આશંકા

Space Station/ ચીન આજે ત્રણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલશે, Shenzhou-15 અવકાશયાન લોન્ચ કરશે