વિસ્ફોટ/ પાકિસ્તાનના ક્વેટા માર્કેટમાં બ્લાસ્ટ, 4ના મોત, ઈદની ખરીદી માટે ઉમટી હતી ભીડ

ક્વેટાના કંધારી બજારમાં પોલીસના વાહનને નિશાન બનાવીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે.

Top Stories World
Untitled 47 2 પાકિસ્તાનના ક્વેટા માર્કેટમાં બ્લાસ્ટ, 4ના મોત, ઈદની ખરીદી માટે ઉમટી હતી ભીડ

આતંકવાદીઓના ઠેકાણા ગણાતા પાકિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ક્વેટાના કંધારી માર્કેટમાં થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી આ બ્લાસ્ટમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પાક મીડિયા અનુસાર, ક્વેટાના કંધારી માર્કેટમાં થયેલા ઘાતક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 4 લોકો માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે. ક્વેટાના કંધારી બજારમાં પોલીસના વાહનને નિશાન બનાવીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે.

શનિવારે પણ થયો હતો બ્લાસ્ટ

આ પહેલા શનિવારે ખૈબર આદિવાસી જિલ્લાના બારા તાલુકામાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા બે સૈનિકો માર્યા ગયા હતા. ન્યૂઝ એજન્સી ડોને પાકિસ્તાન સેનાને ટાંકીને આ માહિતી આપી હતી. વિસ્ફોટમાં નાયબ સુબેદાર હઝરત ગુલ (37) અને કોન્સ્ટેબલ નઝીર ઉલ્લાહ મહેસૂદ (34) માર્યા ગયા હતા. તે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ હતો.

શુક્રવારે પણ આતંકીઓએ કાર્યવાહી કરી હતી

ડોન અનુસાર, શુક્રવારે સાંજે પણ સ્વાબી જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ Delhi London Air India Flight/ દિલ્હીથી લંડન જતી ફ્લાઈટમાં હોબાળો, પેસેન્જર-ક્રુ મેમ્બર સાથે કરી મારામારી અને…

આ પણ વાંચોઃ રિન્કુ સામે ગુજરાત બન્યું પિન્કુ/ અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ગુજરાત સામે કેકેઆરને જીત અપાવતો રિંકુ

આ પણ વાંચોઃ ગીર સોમનાથ/ હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ

આ પણ વાંચોઃ શિંદે-ઉદ્ધવ/ અયોધ્યામાં શિંદેના ઉદ્ધવ પર પ્રહારઃ પિતાને આપેલું વચન ન નીભાવ્યું