Not Set/ BMC એ તોડી ઓફિસ તો ગુસ્સે ભરાયેલી કંગનાએ મહારાષ્ટ્ર સરકારની બાબર સાથે કરી સરખામણી

  કંગના રનૌતને શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર નિવેદન આપવુ ભારી પડી રહ્યુ છે. મળી રહેલી જાણકારી મુજબ, BMC એ બાંદ્રા પશ્ચિમમાં પાલી હિલ રોડ પર કંગના રનૌતની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે બીએમસીની ટીમ જેસીબી અને મજૂરો સાથે ત્યાં પહોંચી ગઈ છે. તેમજ મકાનની અંદર ગેરકાયદેસર બાંધકામો […]

Uncategorized
66ea40fc4d23ca12a2b36eae212f5af6 1 BMC એ તોડી ઓફિસ તો ગુસ્સે ભરાયેલી કંગનાએ મહારાષ્ટ્ર સરકારની બાબર સાથે કરી સરખામણી
 

કંગના રનૌતને શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર નિવેદન આપવુ ભારી પડી રહ્યુ છે. મળી રહેલી જાણકારી મુજબ, BMC એ બાંદ્રા પશ્ચિમમાં પાલી હિલ રોડ પર કંગના રનૌતની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે બીએમસીની ટીમ જેસીબી અને મજૂરો સાથે ત્યાં પહોંચી ગઈ છે. તેમજ મકાનની અંદર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. કંગનાએ પણ કાર્યવાહીનો ફોટો ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર એકવાર ફરી નિશાન સાધ્યું છે.

કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, મણિકર્ણિકા ફિલ્મ્સમાં પહેલી ફિલ્મ અયોધ્યાની ઘોષણા કરવામાં આવી હતી, તે મારા માટે બિલ્ડિંગ નહીં પણ રામ મંદિર છે. બાબર આજે ત્યાં આવ્યો છે, આજે ઇતિહાસ ફરીથી પોતાને પુનરાવર્તિત કરશે, રામ મંદિર ફરી તૂટી જશે પણ બાબરને યાદ રખાશે આ મંદિર ફરીથી બનાવવામાં આવશે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બીજા એક ટ્વિટમાં તેમણે બીએમસી ટીમનો ફોટો ટ્વિટ કરીને લખ્યું કે બાબર અને તેની ટીમ.

કંગનાએ તેની ઓફિસ પર ચાલી રહેલ કાર્યવાહીનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, હું ક્યારેય ખોટી નહોતી. મારા દુશ્મનોએ આ ફરીથી સાબિત કર્યું છે. આ જ કારણ છે કે મારી મુંબઈ હવે પી.ઓ.કે. છે. આ સાથે તેણે હેશટેગ લખ્યું હતું કે, ડેથ ઓફ ડેમોક્રેસી. ઓફિસની અંદર ચાલી રહેલી કાર્યવાહીનો બીજો ફોટો ટ્વીટ કરતી વખતે કંગનાએ લખ્યું – પાકિસ્તાન.‘ એરપોર્ટથી મુંબઇ જતાં પહેલા કંગનાએ ટિ્‌વટ કર્યું હતું કે, હું હિમાચલથી નીકળવાની હતી કે તુરંત જ મહારાષ્ટ્ર સરકાર અને તેના ગુંડાઓએ મારી સંપત્તિનો નાશ કરવા તૈયાર થઇ ગયા. મે મહારાષ્ટ્ર માટે મારું લોહી આપવાનું વચન આપ્યું હતું, આ તેની સામે કંઈ નથી. તેનાથી મારી લાગણી વધુ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.