નકલી ડોક્ટર/ વડોદરામાંથી બોગસ ડૉકટર પકડાયો

બોગસ ડોકટર પકડાયો

Gujarat
bogus docter વડોદરામાંથી બોગસ ડૉકટર પકડાયો

વડોદરા નજીકના નંદેસરી જીઆઇડીસીમાં નકલી ડૉક્ટર ઝડપાયો હતો.  વગર ડિગ્રીએ દર્દીઓને એલોપેથીની દવાઓ, ઇન્જેક્શનો આપતો અને બોટલો ચઢાવતો હોવાની બાતમી પીસીબીને મળી હતી. પોલીસે દરોડા પાડિને તેને પક્ડયો હતો.  નકલી ડૉક્ટર 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.નંદસેરીમાં આવેલી રોય ક્લિનિક પર દરોડો પાડી તપાસ કરતા કોયલી પાસે અવધ વિહાર સોસાયટીમાં રહેતો સુશાંતકુમાર રોય વગર ડિગ્રીએ એલોપેથીની પ્રક્ટિસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

સુશાંતકુમાર રોયની  પૂછપરછ કરતા છેલ્લાં 20 વર્ષથી વગર ડિગ્રીએ ડોકટર તરીકે પ્રેક્ટિસ કરી ક્લિનિકમાં સારવાર અર્થે આવતા દર્દીઓને એલોપોથીની દવાઓ આપતો, જરૂર પડે તો બોટલો ચઢાવી ઇન્જેક્શન પણ આપતો હોવાનું  બહાર આવ્યું હતું. છેલ્લાં 20 વર્ષથી સુશાંતકુમાર વગર ડિગ્રીએ લોકોને એલોપેથીની દવાઓ, ઇન્જેક્શન આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે આવા બોગસ ડોકટરો લોકોના સ્વાસ્થ સાથે ચેંડા કરીને પોતાની દુકાન ચલાવી રહ્યા છે. આવા મોતના સોદાગરોનો રાફડો ફાટી નીકળ્યો  છે.થોડા દિવસ પહેલા જ રાજકોટમાંથી બોગસ ડોક્ટર પકડાયો હતો. કોરોના સમયમાં આવા બોગસ ડોકટરો લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી રહ્યાં છે.