Ahmedabad/ સામૂહિક દુષ્કર્મની કરાઈ ફરિયાદ, યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં દરરોજ વધારો થઇ રહ્યો છે અને એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં હવે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 1 સામૂહિક દુષ્કર્મની કરાઈ ફરિયાદ, યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી
  • અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
  • 5 શખ્સો સામે સામૂહિક દુષ્કર્મની કરી ફરિયાદ
  • આરોપીઓની યુવતીને જાન મારી નાંખવાની ધમકી
  • ફરિયાદીને નોકરીની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
  • ક્રાઇમબ્રાંચનાં PI દશરથસિંહ બારડની પ્રેસ કોન્ફરન્સ


ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં દરરોજ વધારો થઇ રહ્યો છે અને એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં હવે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

મળતા અહેવાલો અનુસાર, શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જેમાં પીડિતા દ્વારા 5 શખ્સો સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. જેમાં ફરિયાદીને નોકરીની લાલચ આચર્યું દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

બીજી તરફ આ ઘટના અંગે દુષ્કર્મ કરનાર આરોપીઓની યુવતીને જાન મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હોવાની વાત પીડિતાએ જણાવી છે.. આ ઘટના બાદ હવે સવાલો ઉભા થાય છે કે, રાજ્યમાં મહિલાઓ, છોકરીઓએ કેટલી સુરક્ષિત છે.