સારા સમાચાર/ રાજય માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાઇ શકવાની સંભાવના

રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી. વધતા જતા કેસો ને લીધે સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામા આવ્યું હતું .

Gujarat Others
Untitled 283 રાજય માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાઇ શકવાની સંભાવના

રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી. વધતા જતા કેસો ને લીધે સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામા આવ્યું હતું .સરકાર દ્વારા કેસો ને કાબુ માં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . વધતા જતા કેસો ને લીધે શૈક્ષણિક કાર્ય પણ  ઓનલાઈન કરવામાં આવ્યું હતું . અનેક પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી તેમજ અમુક ધોરણોમાં તો માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું . તેમજ અનેક શહેરોમાં  રાત્રી કર્યું લગાવી દેવામાં  આવ્યું હતું . હવે  જયારે કેસો  ઘટતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે .

સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું નો સમય ૧૧ વાગ્યા સુધી નો કરવામાં આવ્યો છે .બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આ વર્ષના અંતે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાઇ શકે છે. પેપર લીક થવાના કારણે પરીક્ષાને રદ કરવામાં આવી હતી.  ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.જેમાં શાળાઓમાં પરીક્ષા યોજવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતું જોવા મળી  રહ્યું છે .  રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ભયંકર હતી જેમના લીધે સરકારી પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી .હવે સંક્મણ ઘટતા પરીક્ષાઓ ધીમે ધીમે શરૂ કરવામાં આવે છે .ત્યારે હાલમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ભરતી પરીક્ષાના આયોજન માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જેના માટે ઉમેદવારોમાં પરીક્ષા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે થઇને વધુ પ્રમાણમાં સેન્ટર પસંદગી કરવામાં આવશે. જેના માટે થઇને ગ્રામ્ય વિસ્તારમાં પણ પરીક્ષા સેન્ટર ફાળવણી માટે વિચારણા કરવામાં આવી રહી છે.ના પાછળ હજી 2-3 મહિના જેટલો સમય લાગશે. આ ગાળા દરમિયાન નાની નાની ભરતી માટે પરીક્ષાઓનું આયોજન ચાલુ રહેશે. પરંતુ મોટી ભરતીનું આયોજન ડિસેમ્બર સુધીમાં  પરીક્ષાઓ લેવાશે