સુરત/ કોરોના કાળમાં બોગસ ડોકટરોનો ફાટ્યો રાફડો, સુરતના પલસાણામાંથી ઝડપાયા 2 તબીબ

સુરતના પલસાણાના તાતીથૈયાના સોનીપાર્ક વિસ્તારમાંથી બે બોગસ ડોકટર ઝડપાયા હતા. સુરત ગ્રામ્યની SOG ટીમે બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા.

Gujarat Others
A 85 કોરોના કાળમાં બોગસ ડોકટરોનો ફાટ્યો રાફડો, સુરતના પલસાણામાંથી ઝડપાયા 2 તબીબ

સુરતના પલસાણાના તાતીથૈયાના સોનીપાર્ક વિસ્તારમાંથી બે બોગસ ડોકટર ઝડપાયા હતા. સુરત ગ્રામ્યની SOG ટીમે બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા. તો લાયસન્સ વગર બંન્ને ઈસમો દવાખાનું ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરતા હતા.જો કે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોધી મેડિકલ સાધન સામગ્રી, દવાઓ તેમજ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ પરવાના વગર દવાખાનું ચલાવી એલોપેથિક તથા હોમિયોપેથિક એમ અલગ અલગ પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો વગર ડિગ્રીએ તેમજ ઇંડિયન મેડિસિન કાઉન્સીલ તથા ગુજરાત મેડિસિન કાઉન્સીલના નોંધણી પ્રમાણપત્ર વગર ડોકટર તરીકેની પદવી ધારણ કરી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર તાતીથૈયા ખાતે દવાખાનું ચલાવી રહ્યો છે.

આ પણ વાંચો :કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે CMને પત્ર લખી કરી આ માંગ…

જે હકીકતના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન તાતીથૈયા ગામે આવેલ સોનીપાર્ક-2 માં હિમાની ક્લિનિક ચલાવતા ચંદનકુમાર શિવચંદ્ર ચૌધરી તથા અવધેશકુમાર મહંથ સિંઘ ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચંદનકુમાર ધોરણ 12 નાપાસ છે છતાં ક્લિનિક ચલાવતો હતો. પોલીસે પકડાયેલ ઈસમ પાસેથી કુલ 18 હજાર 700 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :પુજારી રાત્રે પૂજા કરી ઘરે ગયા, સવારે આવી જોયું તો મૂર્તિ જ ગાયબ

ઝડપાયેલા બંને ડોક્ટરો પૈકી ચંદન કુમાર ચૌધરી હિમાની ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતો હતો અને મુળ બિહારનો છે. અવધેશકુમાર સિંઘ ઉત્તર પ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ચંદન કુમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોતે ધોરણ 12 નાપાસ છે. જેના વિરોધમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર 1963ની કલમ 30, 31 મુજબ ગુનો દાખલ થયો છે. બંને આરોપીઓ પાસેથી મેડીકલ પ્રેક્ટિસના સાધન સામગ્રી અને દવાઓ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :ટુરીસ્ટ વિઝા પર ઈન્ડિયા આવી દેહવિક્ર્યનો વ્યવસાય કરતી કેન્યાની મહિલા ઝડપાઈ