લખનઉ/ સોનભદ્રના થર્મલ પાવર પ્લાન્ટમાં સર્જાયો અકસ્માત, 13 મજૂર થયા ઘાયલ, CM યોગી આપ્યા તપાસના આદેશ

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં રવિવારે વહેલી સવારે ખાનગી કંપનીના પાવર પ્લાન્ટમાં અકસ્માતમાં સર્જાયો હતો જેમાં 13 કામદારો ઘાયલ થયા છે.

India
A 49 સોનભદ્રના થર્મલ પાવર પ્લાન્ટમાં સર્જાયો અકસ્માત, 13 મજૂર થયા ઘાયલ, CM યોગી આપ્યા તપાસના આદેશ

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં રવિવારે વહેલી સવારે ખાનગી કંપનીના પાવર પ્લાન્ટમાં અકસ્માતમાં સર્જાયો હતો જેમાં 13 કામદારો ઘાયલ થયા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લેતા ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવએ તેની તપાસના આદેશ આપ્યા છે.

સોનભદ્રના અનપરા વિસ્તારમાં લૈન્કો કંપનીના પાવર પ્લાન્ટના મેનેજર એસ.કે. દ્વિવેદીએ પોલીસને આપેલી માહિતી મુજબ બીજા યુનિટની જાળવણી કામગીરીના ભાગ રૂપે કેટલાક કામદારો લગભગ 2:45 વાગ્યે બોયલર પર કામ કરી રહ્યા હતા. ત્યારે અચનાક સીડી પડતાં 13 મજૂરો ઘાયલ થયા.

આ પણ વાંચો :નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં 7 જવાનો શહીદ, આટલા જવાનો થયા ગુમ

તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પરિષદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ આઠ મજૂરોને રજા આપવામાં આવી હતી, જ્યારે અન્ય પાંચ મજૂરને ગંભીર હાલતમાં જયંત વિસ્તારની નહેરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દરમિયાન માહિતી ખાતાના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માતની નોંધ લેતા ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવને તેની તપાસ કરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો :92,943 નવા કેસ સાથે કોરોનાની ગતિ અવિરત, કુલ કેસ સવા કરોડ,સક્રિય કેસ 6.87 લાખ

તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ ઘટનાની જવાબદારી નક્કી કર્યા બાદ તરત જ અસરકારક પગલાં લેવામાં આવે. સહગલે કહ્યું કે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.

આ પણ વાંચો :સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા

આ પણ વાંચો : હંમેશા ફીટ રહેતા અક્ષય કુમાર પણ આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી